કાર્યવાહી: ફૂડ સેફટી વિભાગ દ્વારા તેલ, દૂધ અને માવાનું ચેકિંગ હાથ ધરાયું

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાંથી દૂધના 248 સેમ્પલો લેવામાં આવ્યા

કમિશ્નર ઓફ ફૂડ સેફટી, ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લામાં ફૂડ સેફટી મોબાઈલ વાન દ્વારા વિવિધ સ્થળએ ખાણીપીણીનું ચેકીંગ હાથ ધરાયું હતું. આ અંતર્ગત તા.3ના રોજ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખરેડી દૂધ સેન્ટર ખાતેથી લેવાયેલ દૂધના 72 સેમ્પલો, તા.4ના રોજ લીમડી દૂધ સેન્ટર ખાતેથી 96 સેમ્પલો તેમજ તા.6ના રોજ ધાનપુર શીત કેન્દ્ર ખાતેથી દૂધના 80 સેમ્પલોનું સ્થળ ઉપર જ ટેસ્ટિંગ કર્યું હતું. આ સાથે જ તા.ખાતેથી ફરસાણ તળવા માટે વપરાતા તેલની પણ 14 દુકાનોએ તપાસ થઇ હતી.

તા.5ના રોજ દાહોદ શહેર અને લીમખેડા ખાતેથી કુલ મળીને 57 સ્થળોએથી માવો, દૂધ, તેલ, સ્ટાર્ચ, ખાદ્ય રંગ, વેસણ વગેરેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.દિવાળીના તહેવારને ધ્યાને લઈને તંત્ર દ્વારા જિલ્લામાંથી માવાના 11, મીઠાઈના 13, ફરસાણના 14, બરફીના 8, ઘી ના 5 અને વેસણના 8 નમૂના લઈને પૃથ્થકરણ કાજે તેને લેબોરેટરીમાં મોકલાયા છે.

જેનો રિપોર્ટ આવ્યા બાદ જે તે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.આ ચેકીંગ અભિયાનમાં જિલ્લા ડેઝિગ્નેશન અધિકારી જી.સી.તડવી તથા ફૂડ સેફટી અધિકારીઓ પિંકલ નગરાળાવાલા, આશિષ ખરાડી, નિલેશ રાઠવા, પંકજ સોલંકી સહિત આ વિભાગના સ્ટાફ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં આ પ્રકારનું આકસ્મિક ચેકીંગ ચાલુ જ રહેશે તેવું જાણવા મળ્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: