કાર્યવાહી: પીપેરોમાંથી કારના દરવાજામાં સંતાડી હાલોલ લવાતાે દારૂ ઝડપાયો; મોબાઇલ, વાહન મળી 1,47,750નો મુદ્દામાલ કબજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક
પીપેરોમાંથી કારના દરવાજામાં સંતાડી લઇ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar

પીપેરોમાંથી કારના દરવાજામાં સંતાડી લઇ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.

  • ગંભીરપુરાના બૂટલેગર માટે દારૂ લઇ જવાતો હતો
  • કાર ચાલક કનાકુવાનો લાલા મેડા ઝડપાયો

દાહોદ જિલ્લાના ધાનપુરના પીપેરો ગામેથી હાલોલના બુટલેગરને પહોંચાડવા ફોર વ્હીલ ગાડીના ચારેય દરવાજામાં સંતાડી લઇ જવાતો 42,750ની કિંમતના દારૂ સાથે ધાનપુરના કનાકુવા ગામના એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. 1,47,750નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ડ્રાઇવર સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સ્ટાફ ચૂંટણીને અનુલક્ષીને પેટ્રોલીંગ તેમજ વાહન ચેકીંગમાં હતા. ત્યારે પીપેરો ગામે વાહન ચેકીંગ દરમિયાન કાંટુ ગામ તરફથી એક લાલ કલરની સ્પાર્ક ગાડીમાં વિદેશી દારૂની પેટીઓ ભરી દેવગઢ બારિયા ગામ તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીપેરો ચોકડી ઉપર વાહન ચેકીંગ દરમિયાન બાતમી વાળી જીજે-23-એચ-4113 નંબરની સ્પાર્ક ગાડી આવતા ઉભી રાખવાનો સંકેત કરતાં ડ્રાઇવર ધાનપુરના કાણાકુવા ગામના લાલા નરસિંહ મેડાએ ગાડી ઉભી રાખી હતી.

ગાડીમાં તલાસી લેતાં અંદરથી કાંઇ મળી આવ્યું ન હતું. જ્યારે તેના ચારેય દરવાજાને ખોલીને જોતા તેમાંથી દારૂની રોયબ બાર પ્રેસ્ટીઝ વ્હીસ્કી માર્કાના હોલ નંગ 90 જેની કિંમત 42,750ની મળી આવી હતી. જેના વિશે ઘનિષ્ઠ પુછતાછ કરતાં હાલોલના ગંભીરપુરા ગામના બુટલેગર ગણપતસિંહ ઉર્ફે ટીનો ગુલાબસિંહ પરમાર માટે આપવા માટે જથ્થો લઇ જતો હોવાનું જણાવ્યું હતું. દારૂ તથા 5,000ની કિંમતનો એક મોબાઇલ તથા 1,00,000ની કિંમતની સ્પાર્ક ફોર વ્હીલ ગાડી મળી કુલ 1,47,750ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા ડ્રાઇવર તથા હાલોલના બુટલેગર સામે ધાનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ભોરવામાં ઘરમાંથી ત્રણ બોટલ દારૂ મળતા મહિલા સામે કાર્યવાહી
ભોરવા ગામના સ્ટે્શન ફળિયામાં રહેતી કમળાબેન રણજીત પટેલના ઘરે દારૂની બાતમી આધારે રેઇડ કરતાં પોલીસને જોઇ મહિલા ઘર ખુલ્લુ મુકી ભાગી ગઇ હતી. ખુલ્લા ઘરની તલાસી લેતાં એક કપડાની થેલીમાંથી વિદેશી દારૂની રોયલબાર વિસ્કીની ત્રણ બોટલ જેની કિમત 1425ની મળી આવતા કબ્જે લઇ ઘરે હાજર નહી મળેલી કમળાબેન પટેલ વિરૂદ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: