કાર્યવાહી: પાટણ અને મહેસાણામાં ચોરી કરનારા બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંને આંબલી ખજુરિયાના વતની છે

પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરી કરીને નાસતા-ફરતા આંબલી ખજુરિયા ગામના બે તસ્કર ઘરે આવ્યા હોવાની બાતમી મળ્યા બાદ બંનેને તેમના ઘરેથી ઝડપી લેવાયા હતાં. આ બંનેએ દાહોદ જિલ્લામાં પણ કોઇ ઘરફોડ ચોરી કરી છે કે નહીં તેની પુછપરછ કરીને તેમને સબંધિત પોલીસ મથકે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનો કર્યા બાદ દાહોદ જિલ્લાના આરોપીઓને પકડવા માટે દાહોદ એલસીબીના પીઆઇ બી.ડી શાહની સુચનાથી એલસીબી સ્ટાફની ટીમો જિલ્લામાં વોચમાં રહે છે. ત્યારે સિદ્ધપુર પોલીસ મથક વિસ્તારમાં 2021માં જ ઘરફોડ ચોરી કરનાર આંબલી ખજુરિયાનો ચેતન મીનામા ઘરે આવ્યોની બાતમી મળતા પોલીસે છાપો મારીને તેની ધરપકડ કરી હતી. આ સાથે મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરી કરનાર આંબલી ખજુરિયાનો જ હેમરાજ ધારકા પલાસ પણ ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે તેને પણ ઝડપી લેવાયો હતો. વધુ પુછપરછ બાદ પાટણ અને મહેસાણા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: