કાર્યવાહી: ધાવડિયામાં વાહન ચેકિંગમાં ટ્રકમાંથી રૂા. 26,880નો દારૂનો જથ્થો મળી આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે નાકાબંધી કરીને પોલીસ વાહનોની તલાશી લઇ રહી હતી. તે વખતે ટ્રકમાંથી 28 હજાર રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે લીમડી પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે ખોબરા ફળિયામાં રહેતા રૂમાલભાઈ દલસીંગભાઈ નિનામા 25મી નવેમ્બરના રોજ પોતાના કબજાની ટ્રક લઈ ધાવડિયા ગામેથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન ધાવડિયા ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસે અન્ય વાહનો સાથે આ ટ્રકની પણ તલાશી લીધી હતી. ત્યારે પોલીસને ટ્રકમાંથી વિદેશી દારૂની 672 બોટલ ભરેલી 14 પેટી મળી આવી હતી. પોલીસે 26800 રૂપિયાના દારૂના જથ્થા સાથે 1.50 લાખ રૂપિયાની ટ્રક પણ જપ્ત કરી હતી. આ બનાવ અંગે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: