કાર્યવાહી: ધાનપુરના ઘોડાઝરમાં બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે છ જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માસ્ક વિના તથા સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા કાર્યવાહી કરાઇ

દાહોદ જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતાં ધાનપુર તાલુકામાં બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા લગ્ન પ્રસંગોમાં મોડી રાત્રે મોટા અવાજે ડી.જે.વગાડવા બદલ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં ધાનપુર પોલીસે છ જણા વિરૂદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતાં ચકચાર મચી ગઈ છે.

કોરોનાની પરિસ્થિતી જિલ્લામાં વણસતા પોલીસ સતર્ક

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યો છે. કોરોનાની પરિસ્થિતી જિલ્લામાં વણસી છે અને પરિસ્થિતી કાબુ બહાર હોવાનું પણ છડેચોક ચર્ચાઈ રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. તેમાંય જિલ્લામાં જો લગ્ન પ્રસંગ યોજવાના હોય તો તેમાં 100 વ્યક્તિઓની ઉપસ્થિતી અનિવાર્ય કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાત્રીના સમયે ડી.જે. વગાડી માસ્ક વગર ફરનાર સામે ગુનો દાખલ

તેમાંય ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝર અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણ પાલન કરવાનું રહેશે તેવું જાહેરનામામાં જણાવ્યું છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધોડાઝર ગામે મંડોર ફળિયામાં અને અગાસવાણી ગામે લધોડા ફળિયામાં ગતરોજ લગ્ન પ્રસંગમાં ઉપરોક્ત જાહેરનામાનો ભંગ થતો હતો. જેથી પોલીસ અને મહેસુલ વિભાગની ટીમ એકા એક આવી પહોંચી હતી. અહી રાત્રીના સમયે ડી.જે. વગાડી, માસ્ક નહીં પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન જોવાતા સ્થળ પર પહોંચેલી પોલીસે કુલ છ જણા વિરૂદ્ધ જાહેરાનામાનાં ભંગ બદલનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: