કાર્યવાહી: દાહોદ-લીમખેડામાં ગંજીફો ચીપતા 13 જણાંની રૂા.69,750 સાથે ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ7 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અંજુમન દવાખાના પાસે અને લીમખેડામાં શાસ્ત્રી ચોકમાં જુગાર ધમધમતો હતો

દાહોદ જિલ્લામાં 31 ડિસેમ્બરને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુગારધામો શોધી કાઢવાની પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. તેમાં બાતમીના આધારે દાહોદ અને લીમખેડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ બે જુગાર ધામો પર છાપા માર્યા હતાં. બંને સ્થળેથી 13 લોકોની ધરપકડ કરીને 69750 રૂપિયા જપ્ત કર્યા હતાં. દાહોદ તેમજ લીમખેડા પોલીસે ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ શહેરના અંજુમન દવાખાનાની પાસે રહેતા કાસમભાઈ ઈબ્રાહમભાઈ વાયડાના મકાનમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો.પોલીસે ઘેરાબંધી કરી હોવાને કારણે ત્યાં જુગાર રમતાં ગોધરાની હરિરાય સોસાયટીના સમીરભાઈ જતીનકુમાર પરીખ, દાહોદની ઝુલેલાલ સોસાયટીના વાસુભાઈ માધવલાલ ભારવાણી, દાહોદના ગોવિંદ નગર વિસ્તારના મનોજકુમાર નરસીંહદાસ સાધુ, દાહોદની અગ્રવાલ સોસાયટીના સુભમભાઈ નરેન્દ્રકુમાર અગ્રવાલ, ઝાલોદના કોળીવાડ વિસ્તારના રીજવાનભાઈ રજાકભાઈ મતદાર, દાહોદના ગોધરા રોડના એજાજખાન મુર્તુજાખાન પઠાણ અને દાહોદના સૈફી નગરના તાહેરી સાદીકઅલી રાણાપુરવાલા ઝડપાઇ ગયા હતાં. પોલીસે ઘટના સ્થળેથી ગંજીફાના પાના અને રોકડા રૂપિયા 55760 જપ્ત કરીને જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લીમખેડાના શાસ્ત્રી ચોક ખાતે પોલીસે છાપો મારીને સજોઇના ગદેસીંગભાઈ ઉર્ફે ગોરધનભાઈ મોહનીયા, લીમખેડાના રાજુભાઈ કાળુભાઈ ચૌહાણ, ભોરવાના મુકેશભાઈ ધીરસીંગભાઈ પટેલ,, અગાસવાણીના પ્રદિપભાઈ છત્રસીંગભાઈ સંગાડા,સજોઇના વિપીનભાઈ મડીયાભાઈ મોહનીયા અને અગાસવાણીના કાનુભાઈ ભાથુભાઈ મિનામાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મોબાઇલ, ગંજીફાના પાના અને 14080 રૂપિયા જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: