કાર્યવાહી: દાહોદ, પંચમહાલના 2 પ્રોહિ. ગુનાનાે ફરાર આરોપી ઝડપાયો

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ પેરોલ ફર્લો સ્કવોડે સંજેલીના ચિરાગને ઘરેથી ઝડપ્યો

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિદેશકે આગામી તહેવારોના દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવતા અને જીલ્લામાં તેમજ આંતર જીલ્લામાં મિલ્કત તેમજ વિવિધ ગુનાઓ આચરી બહાર ગામ મજુરી અર્થે જતા રહેતા હોય અને દિવાળીના તહેવાર મનાવવા પોતાના વતનમાં પરત ફરતા હોય આવા ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપતા દાહોદ પોલપીસ અધિક્ષક હિતેશ જોયસરે આવા આરોપીઓને ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન કર્યુ હતું.

પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના કર્મચારીઓએ સાથે આવા આરોપીઓને ઝડપી પાડવા માટે નિકળ્યા હતા. ત્યારે પી.એસ.આઇ. સીસોદીયા તથા ટીમને દાહોદ રૂરલ તથા પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે દારૂના ગુનાનો છ મહિનાથી નાસતો ફરતો આરોપી સંજેલીના ભાણપુર ફાટક ફળીયામં રહેતો ચીરાગ ઉર્ફે ઇલુ બદીયાભાઇ ચારેલને તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે છાપો મારી તેના ઘરે કોર્ડન કરી ઘરમાંથી તેને પકડી પાડ્યો હતો અને કાર્યવાહી માટે દાહોદ તાલુકા પોલીસ મથકે સોંપ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: