કાર્યવાહી: દાહોદ તાલુકામાં હોમ ક્વોરોન્ટાઇનના કાયદાનો ભંગ કરનાર બે સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોરોના પોઝિટિવ હોવા છતા ઘરમાં ન મળી આવતા કાર્યવાહી પોલીસે ઘરે જઈને તપાસ કરતા ભાંડો ફુટ્યો
દાહોદ તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ પોતાના ઘરમાં હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલ કોરોના સંક્રમિત બે વ્યક્તિઓ કોરોના વાયરસ જેવો ચેપી રોગ ફેલાવવાની સંભાવના હોવા છતા અને આ બાબત જાણવા છતા પોતે બેદરકારીથી હોમ ક્વોરોન્ટાઇન કાયદાનો ભંગ કર્યો હતો. તેથી પોલીસે બંને વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ચરમસીમાએ છે. દવાખાનાઓમાં જગ્યા નથી તેવા સમયે દાહોદ તાલુકાના દેલસર ઉકરડી રોડ સાંઈ ખુશી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રાયસીંગભાઈ સંગાડા, દાહોદ તાલુકાના રળીયાતી ખાતેની લક્ષ્મીનગરમાં રહેતી રેખાબેન અર્જુભાઈ રાઠોડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ બન્નેને હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા.
કોરોના વાયરસ અત્યંત ચેપી રોગ હોવાનું પોતે બંને જણા જાણતા હોવા છતા અલગ અલગ સમયે બેદરકારીથી હોમ ક્વોરોન્ટાઇનમાંથી ભાગી ગયા હતા. આ અંગેની જાણ થતા દાહોદ તાલુકા પોલીસે તે બંને ઘરે જઈ તપાસ કરતા બંને જણા ઘરે હાજર ન હતા. જેથી પોલીસે બંને જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed