કાર્યવાહી: દાહોદ જિલ્લામાં બે સ્થળેથી 2.51 લાખના દારૂ સાથે એક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકારત્મક તસ્વીર
- નગરાળામાં ગાડી ઉતરી જતાં ડ્રાઇવર ફરાર, દારૂ મળ્યો
દાહોદ એલ.સી.બી.એ પેટ્રોલીંગ દરમિયાન દાહોદના નગરાળા અને ધાનપુરના ખજુરીમાંથી વાહનોમાં હેરાફેરી કરતો રૂપિયા 2,51,670ના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. દારૂ અને બે વાહન મળી 7.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.ગતરાત્રીના સમયે નગરાળા આશ્રમ પાસે અંધારામાં રસ્તાની સાઇડમાં ખાડામાં બોલેરો જોવાતાં નજીક જઇને તપાસ કરતાં ડ્રાઇવર સીટની બાજુમાં તેમજ વચ્ચેની સીટમાં અને પાછળની સીટમાં ઇંગ્લિશ દારૂની 36 પેટીઓ મળી આવી હતી. દારૂનો જથ્થો તથા ગાડી મળી 5,10,720નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે ખજુરીમાં પ્રોહી બાતમી આધારે ઉભા હતા ત્યારે વાસીયાડુંગરી તરફથી આવતી ઇક્કોને રોકતાં તેનો ડ્રાઇવર ભાગવા જતાં પોલીસે પીછો કરી ભાનપુરના રાજુ પરમારને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઇક્કો ગાડીમાં તલાસી લેતાં વિદેશી દારૂની નંગ 78 બોટલ મળી આવી હતી. દારૂ તથા 2,00,000ની ગાડી મળી કુલ 2,40,950 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયેલા ડ્રાઇવર સામે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
કોરોના અપડેટ: દાહોદ સાંસદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
ભાસ્કર વિશેષ: મહિલાને 56 વર્ષની પ્રૌઢવયે માતૃત્વ પ્રાપ્ત થયું, મહિલાએ IVF કરાવ્યું હતું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
Comments are Closed