કાર્યવાહી: દાહોદમાં સ્ટેશન રોડ વિસ્તારમાં અસ્થાયી દબાણો પુન: દૂર કરાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- તંત્રને ફરી સક્રિય જોઇને દબાણકર્તાઓએ દબાણ દૂર કર્યા
દાહોદ શહેરમાં 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી ટાંણે અસ્થાયી દબાણો દૂર થઇ જતાં રસ્તા આપોઆપ પહોળા થઇ ગયા હતાં. પર્વની પૂર્ણાહૂતિ બાદ પરીસ્થિતિ જેસે થે જોવા મળી હતી. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇને ગુરુવારે કલેક્ટર, એસ.પીની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમાં સ્ટેશન રોડ, ઠક્કર ફળિયા વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
દાહોદ શહેરમાં ગુરુવારે કલેક્ટર વિજય ખરાડી, એસ.પી. હિતેશ જોયસર શહેરમાં નીરીક્ષણ માટે નીકળ્યા હતાં. ત્યારે સ્ટેશન રોડ ઉપર અસ્થાયી દબાણો ફરીથી થયેલા જોવા મળ્યા હતાં. જેથી દાહોદ શહેર પોલીસ અને નગર પાલિકાની ટીમ આ દબાણો દૂર કરવા માટે વિસ્તારમાં ફરી વળી હતી. તંત્રને ફરી સક્રિય જોઇને દબાણ કરનારા કેટલાંક લોકો પોતાની રીતે જ કામે લાગી ગયા હતા.
Related News
કાર્યવાહી: દાહોદમાં વેચાતું ધાણા દાળનું પેકેટ મિસબ્રાન્ડેડ નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
ક્રાઇમ: ઉધાવળામાં વોટ નહીં આપતાં બચકું ભરી આંગળી જુદી પાડી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
Comments are Closed