કાર્યવાહી: દાહોદમાં રૂા. 88 હજારના દારૂ સાથે ત્રણ ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- લવારીયામાં રૂપિયા 71,240ના મુદ્દામાલ સાથે બાઇકચાલક ઝડપાયો
- ચોપાટપાલ્લી ગામેથી 1.37 લાખના મુદ્દામાલ સાથે મહિલા અને યુવકની ધરપકડ
દાહોદ જિલ્લામાં બે સ્થળેથી 88 હજાર રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગુના દાખલ કરીને કાર્યવાહી કરી છે.
સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.રાઠવા તથા સ્ટાફ બાતમી આધારે લવારીયા ગામ તરફ આવતા રસ્તા ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે દુધીયા તરફથી કાંટુ ચોકડી તરફ જતા રસ્તે એક બાઇક ઉપર શંકાસ્પદ ચીજવસ્તુ ભરી લઇ આવતો દેવગઢ બારિયાના ફાંગિયા ગામનો પંકજ બારીયા રસ્તા ઉપર મુકેલ આડશો જોઇ બાઇક પાછી વાળવા જતાં નમી જતાં કાચા રસ્તા ઉપર નાખી ભાગવા જતાં પોલીસે પીછો કરી પકડી પાડ્યો હતો. બાઇક ઉપર લાગેલા કંતાનના થેલાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની 6 પેટી જેમાં પ્લાસ્ટિકના 288 ક્વાર્ટરિયા જેની કિંમત 37,440 તથા બીયર ટીનની નંગ 5 પેટી જેમાં 120 બીયર ટીન જેની કિંમત 13,800ની મળી આવી હતી. રૂા. 71,240ના મુદ્દામાલ સાથે ખેપિયા પંકજની ધરપકડ કરી હતી.
જ્યારે લીમખેડા પીઆઇ એમ.કે.ચૌધરી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે નાનામાળ તરફથી આવતા છકડામાં વિદેશી દારૂ લઇ જતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ચોપાટપાલ્લી ગામે વોચ દરમિયાન બાતમી વાળો છકડો આવતાં તેને રોકી તલાસી લેતાં આગળ તથા પાછળની સીટમાંથી વિદેશી દારૂ ભરેલા બે મીણીયા થેલા મળી આવ્યા હતા. જેમાંથી 372 બોટલ જેની કિંમત 37,200ની મળી આવી હતી. પોલીસે દારૂ તથા છકડો મળી રૂા.1,37,200ના મુદ્દામાલ સાથે લીમખેડાના નીનામનીવાવના છકડાના ડ્રાઇવર સમસુ નિનામા તથા નાનામાળ ગામની ગંગાબેન નીનામાની ધરપકડ કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed