કાર્યવાહી: દાહોદમાં માસ્ક વિના ફરતા 25 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસ્વીર

  • લોકોમાં ફડક ઊભી કરવા કાર્યવાહી રોજ કરવા માગ
  • તમામ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહી અંતર્ગત સોમવારે ગોવિંદનગર સ્થિત મંડાવાવ ચોકડી વિસ્તારમાં એ.પી.એમ.સી. સર્કલ પાસે આકસ્મિક ચેકીંગ હાથ ધરીને માસ્ક ફરતા લોકોને પકડીને ઉપર જ રેપીડ ટેસ્ટ કર્યા હતા. દાહોદ સીડીએચઓ ડો. પહાડીયાની સૂચના અનુસાર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.ભગીરથ બામણીયા માર્ગદર્શનમાં બ્લોક સુપરવાઇઝર રમેશભાઈ કથોટા સહિતની ટીમે ચેકિંગ કરી માસ્ક વિના ફરતા લોકોને ઝડપીને સ્થળ ઉપર જ એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ કર્યો હતો. માસ્ક વિના ઝડપાયેલા તમામ 25 બેફિકરા લોકોના રેપિડ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો.

દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રકારની કામગીરી ચાલી રહેતી હોવા છતાં રોજેરોજ આમ માસ્ક વિના ફરી અન્યો કાજે પણ જોખમ ઉભું કરતા લોકો નહીં માનતા હોઈ દરરોજ એક- એક વિસ્તાર બદલે એકસાથે વધુ વિસ્તારોમાં સતત ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરાય તો લોકોમાં ફડક ઉભી થશે તેવી લાગણી અનેક જાગૃત નગરજનોએ દર્શાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: