કાર્યવાહી: દાહોદમાં ચીક્કી અને પૌવાના વેપારીઓને તંત્રે દંડ ફટકાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

દાહોદ નગરપાલિકાના ફુડ સેફ્ટી ઓફિસર પી.આર.નગરાળા દ્વારા દાહોદ શહેરના દુકાળપુરા, પડાવ રોડ સ્થિતશબ્બીરભાઈ મહંમદહુસેન રાવતની મે.બુરહાની ગ્રેઈન શોપમાંથી હીફી નેચરલ એન્ડ ટેસ્ટી રાઈસ પૌવાના ૫૦૦ ગ્રામનું ફુડ પેકીંગનો નમુનો ભૂજ ફુડ એનાલીસ્ટથી પૌવાનો રિપોર્ટ મિસબ્રાન્ડેડ જાહેર કરાયો હતો. ફુડનું પેકીંગ મહીસાગર જિ.ના લુણાવાડાના રાબડીયા (કોઠંબા)ના ભાવીનકુમાર બીપીનચંદ્ર સુથાર (પેઢીના માલિક) ક્રિષ્ણા એગ્રો ફુડે કર્યું હોય રિપોર્ટ દાહોદના અધિક કલેક્ટરને રજુ કરતાં શબ્બીરભાઈ રાવતને રૂા.3 હજાર અને ભાવીનકુમારને રૂા. 25 હજારનો દંડ કરાયો હતો.

શહેરના ગડી રોડ સીંધી સોસાયટીમાં મે.મહેશ ટ્રેડીંગ કું.ના માલિક પ્રકાશકુમાર બુલચંદભાઈ સહેતાઈની પેઢીમાંથી મહાલક્ષ્મી ચિક્કીના પેકીંગનો નમુનો પણ મીસબ્રાન્ડેડ જાહેર થતાં પ્રકાશકુમારને 3 હજાર અને પેકિંગ કરનારા ગોધરાના ધોળાકુવામાં જે.જે.ફુડ પ્રોજક્ટસના રાજેશકુમાર મોહનલાલ ઠક્કરને દાહોદના એડજયુડીકેટીગ ઓફીસર-નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ રૂા.35 હજારનો દંડ ફટકાર્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: