કાર્યવાહી: દાહોદમાં ખાણીપીણીમાં ભેળસેળ જણાતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તેલ અને પનીર જેવી વપરાશની ચીજો મિસબ્રાન્ડેડ જણાઈ

દાહોદની બે અલગ અલગ પેઢીઓ ઉપર પનીર અને તેલ જેવી વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનું સામે આવતા આ બે પેઢીઓ સામે દાહોદ પાલિકા તંત્રએ લાલ આંખ કરતા તેમને આકરી દંડાત્મક કાર્યવાહી થતા આવી અખાદ્ય વસ્તુઓ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અંતર્ગત દાહોદ પાલિકાના ફૂડ સેફટી અધિકારી પિંકલ નગરાળાવાળાએ નેતાજી બજાર સ્થિત અલીહુસેન પીટોલવાલાની પેઢી પાસેથી તિલોની કંપનીના તેલનો નમૂનો લઇ પૃથ્થકરણ માટે લઈને ભૂજ ખાતે ફૂડ એનાલિસ્ટને મોકલેલો જે મિસબ્રાન્ડેડ સાબિત થયો છે.

ખાદ્ય તેલ તરીકે અખાદ્ય તેલનો સંગ્રહ અને વેચાણ કરવા બદલ પેઢીના માલિક મુર્તુઝા શબ્બીરભાઈ પીટોલવાલા તથા પેઢીને રૂ.1500-1500, અમદાવાદના હોલસેલરને રૂ.3000 અને તેના ઉત્પાદક અને ઉત્પાદક નોમિની પેઢીને રૂ.15-15,000 મળી કુલ રૂ.36,000 નો દંડ કરવામાં આવ્યો છે. તો અન્ય એક કેસમાં દાહોદના ગોદીરોડ સ્થિત મોહન ડેરીના માલિક મોહનલાલ હરવાણીને ત્યાંથી લીધેલો પનીરનો નમૂનો પણ ભુજની લેબોરેટરીમાં મિસબ્રાન્ડેડ સાબિત થયો હતો. જે બાબતે પણ અખાદ્ય પનીરનો સંગ્રહ તથા વેચાણ કરવા બદલ તેમને રૂ.35,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: