કાર્યવાહી: દાહોદની સબજેલમાં પોલીસના આકસ્મિક ચેકિંગથી ખળભળાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રવિવારે 5 બેરેકમાં બંધ 69 કાચાકામના કેદીની 2 કલાક તલાશી લેવાઇ

દાહોદ શહેરમાં આવેલી સબજેલ ભૂતકાળમાં ઘણી વખત વિવાદોમાં આવેલી છે. ત્યારે રવિવારના રોજ બપોરના સમયે કોઇ ગેરકાયદે વસ્તુના પ્રવેશ કે શંકાસ્પદ હિલચાલ જેલમાં હોવાની બાતમીના આધારે આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા ખળભળાટ મચી ગયો હતો. જોકે, શહેર પોલીસ અને એલસીબીની ટીમની બેથી વધુની તપાસ બાદ પણ કંઇ જ નહીં મળતાં સબંધિતોએ હાશ અનુભવી હતી.

દાહોદ શહેરની સબજેલના પાંચ બેરેકમાં હાલમાં તેની ક્ષમતા કરતા વધુ 69 કાચાકામના કેદી બંધ છે. ભૂતકાળમાં જેલમાંથી કેદીઓ ફરાર થવા સાથે કેદી ફરાર થતી વખતે એન્કાઉન્ટરની પણ એક ઘટના બની ગઇ છે. જેલમાંથી મોબાઇલ મળ્યાના પ્રકરણો પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે રવીવારની બપોરના સમયે શહેરના ઇ.પીઆઇ એચ.પી કરેણની આગેવાનીમાં શહેર પોલીસ અને એલસીબીની ટીમે દાહોદની સબજેલ ઉપર ધામા નાખ્યા હતાં. જેલમાં કોઇ શંકાસ્પદ પ્રવૃતિ કે ગેરકાયદે વસ્તુના પ્રવેશની આશંકાના પગલે ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતું. પોલીસની ટીમે બે કલાક સુધી જેલના પાંચ બેરેકમાં બંધ 69 કેદીઓની તલાશી સાથે સામાન પણ ફંફોસ્યુ હતું.

આ ઉપરાંત જેલ ઉપર હાજર ત્રણ ગાર્ડની પણ એલર્ટનેસ ચકાસવામાં આવી હતી. જોકે, તલાશી અભિયાન બાદ જેલમાંથી કોઇ વસ્તુ શંકાસ્પદ મળી ન હતી. જેલમાં હાથ ધરાયેલા તલાશી અભિયાનને અધિકારીઓએ રૂટીન ચેકિંગ હોવાનું જણાવ્યુ હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: