કાર્યવાહી: દાહોદના પુસરી, રળીયાતી, કાટુમાં બૂટલેગર તથા સાગટાળામાં ખેપિયો ફરાર, 4 સ્થળેથી 2.21 લાખનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

દાહોદ જિલ્લામાંથી પોલીસે ચાર સ્થળેથી 2,21,860નો દારૂ ઝડપ્યો હતો. જેમાં કાટુમાં પોલીસને જોઇ ખેપિયો 42 હજાર ઉપરાંતના દારૂ સાથે બાઈક ફેંકી ભાગી ગયો હતો. જ્યારે પુસરી, રળીયાતી અને કાટુમાંંથી 1,79,140 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. 2.41 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ ગત રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે વડભેટ તરફથી આવતા ચોકડી પર હતા.

તે દરમિયાન ઝાપટીયા તરફથી બાઈકચાલક પોલીસને જોઇ બાઈક મુકી ભાગવા લાગ્યો હતો. પોલીસે પીછો કરતા અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે પોલીસે બાઈકની તલાસી લેતા કંતાનના થેલામાંથી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા અને બિયરની પેટી મળી 7 નંગ મળી આવી હતી. દારૂ તથા 20 હજારની કિંમતની બાઇક મળી 62,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.

ત્યારે કાટુનો નરેશ મોહનીયા રહેણાંક તેમજ ખેતરમાં ઘાસની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યોની બાતમી મળતાં પીએસઆઇ તથા સ્ટાફે રેડ કરતા પોલીસને જોઇ બુટલેગર નરેશ ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો. તપાસ કરતાં દારૂની 456 બોટલ જેની કંમત 83,160ની મળી આવતા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી. પી.એસ.આઇ. પી.એમ. મકવાણા અને તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.કે.બારિયા તથા સ્ટાફ ગત રોજ દાહોદ તાલુકામાં પેટ્રોલીંગમા હતા.

ત્યારે મળેલી દારૂની બાતમી આધારે રળીયાતી સાંવીવાડના રાજુ સાંસી તથા પુંસરીના વિનુ પલાસના ઘરે તપાસ કરવા જતાં કોઇ હાજર મળી આવેલ નહી. રાજુ ઉર્ફે કાચલો સાંસીના ખુલ્લા ઘરની તલાસી લેતા વિદેશી દારૂ તથા બિયરની કુલ 174 બોટલ જેની કિંમત 25,780ની જ્યારે વિનુ બાબુ પલાસના ઘરમાંથી વિદેશી દારૂની અલગ અલગ માર્કાની કુલ 624 બોટલો જપ્ત કર્યો હતો. બન્ને બુટલેગરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: