કાર્યવાહી: ટુંકીવજુથી 4 જીપમાં હેરાફેરી કરાતો રૂા.16.94 લાખનો દારૂ ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ/ ગરબાડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • DySPએ બાતમી મળતાં વોચ ગોઠવી
  • પોલીસને જોઇ ડ્રાઇવરો વાહન મૂકી ફરાર રૂા.38.94 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

દાહોદ ડી.વાય.એસ.પી.ને ગતરાત્રીના સમયે પ્રોહી બાતમી મળતાં પાટાડુંગરી રસ્તા ઉપર વોચ ગોઠવી ચાર જીપમાં હેરાફેરી કરતો 16.94 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ ચારે જીપના ડ્રાઇવરો દારૂ ભરેલા વાહન મુકી ભાગી ગયા હતા. દારૂ તથા ચાર વાહનો મળી કુલ 38,94,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ ડી.વાય.એસ.પી. શૈફાલી બરવાલને ગતરાત્રીના 9.30 વાગ્યાના અરસામાં બાતમી મળી હતી કે સેજાવાડા તરફથી અલગ અલગ વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પાંચવાડા પાટાડુંગરી તરફ જવાના છે.

જેના આધારે ડી.વાય.એસ.પી. તથા સ્ટાફ તથા પંચોના માણસો સાથે દાહોદથી બાતમી વાળી જગ્યા પહોંચી પાટાડુંગરી પાસે 10.45 વાગ્યાના અરસામાં વોચમાં હતા. ત્યારે રાત્રીના એક વાગ્યાના અરસામાં ટુંકીવજુ ગામે પાંચવાડા તરફથી પાટાડુંગરી તરફ વાહનો આવતા પોલીસે તેમના ખાનગી વાહનો રોડની વચ્ચે મુકી આડાશ ઉભી કરી આવતા વાહનોને રોકી કોર્ડન કરી ઉભા રહેવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ ચારેય ગાડીના ડ્રાઇવરો પોતાનું વાહન મુકી અંધારામાં ઝાડી ઝાખરા તથા ડુંગરાઓનો લાભ લઇ ભાગતા પોલીસે પીછો કર્યો હતો પરંતુ અંધારાનો લાભ લઇ ભાગી જતાં હાથ લાગ્યા ન હતા.

જીજે-20-વી-1822 નંબરની, જીજે-08-આર-1231 તથા જીજે-17-ટીટી-7852 નંબરની ક્રુઝર ગાડી, જીજે-20-એક્સ-2108 નંબરની બોલેરો પીકઅપ મળી ચારેય ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરના ટીનની પેટીઓ મળી કુલ નંગ 604 જેમાં કુલ નંગ 16,968 બોટલો જેની કિંમત 16,94,400ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલા 22,00,000 લાખની કિંમતના ચાર વાહનો મળી કુલ 38,94,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય ગાડીના ડ્રાઇવરો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: