કાર્યવાહી: ઝાલોદમાં રવિવારે દુકાનો ખુલ્લી મળતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ, એક દુકાન સીલ કરાઇ, અન્ય સામે દંડાત્મક કાર્યવાહી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Jhalod
  • In Zhalod, Shops Were Found Open On Sunday And Action Was Taken By The System, One Shop Was Sealed And Punitive Action Was Taken Against The Other.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લા સહીત ઝાલોદ તાલુકામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો નોંધાતા લોકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો. જેથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોરોનાની ચેન તોડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં ઝાલોદ નગરમાં રવિવારના દિવસે બજારો અને દુકાનો બંધ રાખવા માટે તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા નિયમનો ભંગ કરીને રવિવારના દિવસે દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરતા ઝડપાતા પ્રાંત અધિકારીએ એક દુકાન સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે અન્ય દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. એકબાજુ કોરોના બેકાબુ થઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ લોકો નિયમ તોડતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફતેપુરા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ વધતાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ફતેપુરા. ફતેપુરા તાલુકામાં દિન પ્રતિ દિન કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે તાલુકામા શનિવારે એક સાથે 10 કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. રવિવારે કલેક્ટરના જાહેરનામાના પગલે બજારો બંધ રહે છે. લોકો માસ્ક પહેરે સંપૂર્ણ પણે બજારો બંધ રહે તે હેતુસર ફતેપુરાના પી.એસ.આઇ. સી.બી.બરંડા અને તેમની ટીમ દ્વારા બજારોમા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામા આવ્યું હતું. માસ્ક ન પહેરતા લોકો તેમજ લગ્ન મંડપમાં પણ સરકારની ગાઇડ લાઇનનું પાલન થાય છે કે નહી તે માટે પોલીસે લગ્ન સ્થળો પર જઇ ચેકિંગ કરી માસ્ક ન પહેરતા લોકોને દંડીત કર્યા હતા. પોલીસે માસ્ક ન પહેરતા લોકો પાસેથી 20000નો દંડ વસૂલ કર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: