કાર્યવાહી: ખોખરામાં ઘરમાંથી રૂા. 14 હજારનું નકલી બિયારણ ઝબ્બે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બિયારણ ખરીદતાં ધ્યાન રાખવા જેવી વાત

દાહોદ જિલ્લામાં લોકો ખોટી રીતે ખેડૂતોને નકલી બિયારણ ઊંચી કિંમતે વેચતા જોવા મળ્યા છે. જિલ્લાના ખેડૂતો આ અંગે જાગૃત થાય કેટલીક તકેદારીઓ રાખવાનું નાયબ ખેતી નિયામક-વિસ્તરણે જણાવ્યું છે. ખેડૂતો તરફથી મળેલી જાણકારી મુજબ કૃષિ વિભાગની સ્કોડ દ્વારા ગત 15 જૂને ધાનપુર તાલુકામાં ખેડૂતોનાં ઘરે પૂછપરછ કરતાં અજાણ્યા ઇસમ દ્વારા કપાસનું બિયારણ ઊંચી કિંમતે વેચ્યાનું જોવા મળ્યું હતું. આ કપાસના બિયારણ પેકેટ પર વિગતો દર્શાવેલ ન હતી તથા કંપનીનું નામ પણ બોગસ જણાવવામાં આવ્યું હતું.

ખેડૂતોની બાતમીના આધારે મોજે ખોખરા ગામે નરેસ ચામઠાના ઘરે તપાસ કરતાં તેઓ નાસી ગયા હતા અને ઘરમાં ડુપ્લિકેટ પેકિંગ મટેરીયલ ધ્યાને આવતા રૂમ સીલ કર્યો હતો. બંધ ઘરમાંથી કપાસ પાકના નકલી બિયારણના 16પેકેટ અંદાજિત રૂ.14450નો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

નકલી બિયારણ વેચાણ અટકાવવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાર્યવાહી હાથ ધી છે. ખાતર, બિયારણ, દવા લાઇસન્સ ધારક દુકાનોમાંથી ખરીદી કરી બિલ સાચવી રાખવા. અજાણ્યા ઇસમો પાસેથી બિલ વિના સીધી ખરીદી કરી હોય, આવી કોઈ બાબતો ધ્યાને આવે તો નાયબ ખેતી નિયામક દાહોદની કચેરીએ જાણ કરવી, જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરી શકાય.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: