કાર્યવાહી: કરોડીયા પૂર્વમાં રાત્રે ખુલ્લામાં લાઇટ નીચે બેસી જુગાર રમતાં 5 ઝડપાયા

દાહોદ,ફતેપુરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
કરોડીયા પૂર્વ ગામેથી પોલીસે ઝડપી પાડેલા જુગારીઓ. - Divya Bhaskar

કરોડીયા પૂર્વ ગામેથી પોલીસે ઝડપી પાડેલા જુગારીઓ.

  • રોકડા રૂપિયા અને 5 મોબાઇલ મળી 22,390નો મુદ્દામાલ જપ્ત કરાયો

ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામેથી એક ઘરની પાછળ ખુલ્લામાં લાઇટ નીચે બેસી જુગાર રમતા પાંચ ખેલિઓ ઝડપાયા હતા. ઝડપાયેલા ખેલિઓ પાસેથી રોકડા અને પાંચ મોબાઇલ મળી કુલ 22,390 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી.બરંડા તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કરોડીયા પૂર્વ ગામના નરસિંહ ડીંડોરના ઘરની પાછળ ખુલ્લામાં લાઇટ નીચે કેટલાક લોકો પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.

જેના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં કેટલાક લોકો ટોળુ વળી સામ સામે બેસી પૈસા પત્તા વડે હાર જીતનો જુગાર રમતા જોવા મળતાં હતા. પોલીસે જુગાર રમતા કરોડીયા પૂર્વના પાંચને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ખેલિઓ નરસિંહ ડીંડોર, પ્રકાશ તાવિયાડ, જગદિશ ડીંડોર, દશરથ ડીંડોર તથા ભમરસિંહ ડીંડોરની અંગઝડતી લેતાં તેઓ પાસેથી 15,390 રૂા. રોકડા, પાંચ મોબાઇલ કિંમત રૂ.7000 મળી કુલ 22,390નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાંચેની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.ં

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: