કાર્યવાહી: કતવારાના બૂટલેગરને ઝડપી પાસા હેઠળ પોરબંદરની જેલમાં મોકલ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
- દાહોદ કલેક્ટર દ્વારા પ્રપોઝલ મંજૂર કરતાં કાર્યવાહી કરાઇ
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એસ.એસ.ભરાડાની સૂચનામાં પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે દારૂબંધીની કડક અમલવારી કરાવવા તેમજ અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જિલ્લાના દારૂના બુટલેગરો સામે અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના કરી હતી. જે અનુસંધાને દાહોદ પોલીસે જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા તેમજ લીસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરી.
તેમના વિરૂદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેક્ટરને મોકલતાં તેનો અભ્યાસ કરી બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરી દારૂ પુરો પાડનાર બુટલેગર ગોધરાના રેલવે સ્ટેશનની સામે સીંગલ ફળિયામાં રહેતો અને મુળ દાહોદ જિલ્લાના કતવારાના બામન ફળિયાનો સલમનાખન ઉર્ફે સલીમ અલીયારખાન પઠાણનું પાસા પ્રપોઝલ કલેક્ટરે મંજૂર કરતાં પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે પાસાના હુકમની બજવણી કરવા માટે સૂચના કરતાં LCB પીઆઇ બી.ડી.શાહ તથા પીએસઆઇ પી.એમ.મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ આઇ.એ.સિસોદીયા તેમજ સ્ટાફની ટીમો દાહોદ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી આધારે મંડાવાવ ચોકડી ઉપર વોચ ગોઠવી સલમનાખન ઉર્ફે સલીમ અલીયારખાન પઠાણને ઝબ્બે લઇ પાસા હુકમની બજવણી કરી પોલીસ જાપ્તા હેઠળ પોરબંદરની જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed