કાર્યવાહી: અમદાવાદ સહિત ચાર જિલ્લાની છ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી દાહોદ ગેંગના 2 ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- કડીના ડરણ અને વિજાપુર પાસે જિનમાં તેમજ ઊંઝાના બ્રાહ્મણવાડામાં ગોડાઉનમાં હાથ માર્યો હતો
અમદાવાદ સહિત ચાર જિલ્લાની છ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ગરબાડા તાલુકાના બે યુવકોની મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે દ્વારા ધરપકડ કરી છે. જેઓ મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ અને બોટાદ જિલ્લાની 6 ચોરી કબૂલી છે. મહેસાણા જિલ્લામાં કડીના કડીના ડરણ, વિજાપુર અને ઊંઝાના બ્રાહ્મણવાડા પાસે ચોરી કર્યાનું ખુલતાં પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તજવીજ કરી છે.
પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ડી.એન. વાંઝા અને સ્ટાફે એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ વણ શોધાયેલા ગુના ઉકેલવા બાતમીદારો અને સાયબર સેલની મદદ લેતાં દાહોદ ગેંગની સંડોવણી જણાઇ આવી હતી. જેને પગલે પોલીસે શહેરમાંથી પકડેલા દાહોદના ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામના પલાસ વિજય દિપાભાઇ (24) અને પલાસ નિલેશ ઉર્ફે લીલો સુભાષ નગરસીંગ (21)એ કડીના ડરણ સહિત 6 સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલા ચોરોએ આ ગુનાની કબૂલાત કરી છે
- કડીના ડરણ નજીક 20 દિવસ પહેલાં જીનમાં ઓફિસનો દરવાજો તોડી વિજય દિપા, નિલેશ ઉર્ફે લીલો, નિકેશ જવરસિંગ પલાસ, હેમરાજ ધારકા પલાસ અને શીવરાજ ધારકા સાથે તિજોરી તોડી રોકડની ચોરી કરી હતી.
- આજથી 5 દિવસ અગાઉ વિજય પલાસ, નિલેશ પલાસ અને નિકેશ પલાસે માંડલથી વિરમગામ જતા રોડે કાલા કપાસની જીનની ઓફિસ, તેની નજીકમાં આવેલા ટ્રેક્ટરના શો રૂમની ઓફિસ અને જીઇબીની ઓફિસમાં ચોરી કરી હતી.
- આજથી બે મહિના અગાઉ વિજય પલાસ, નિલેશ પલાસ, નિકેશ પલાસ અને શિવરાજ ધારકાએ બોટાદમાં તળાવ નજીક ઓઇલ મિલમાંથી ચોરી કરી હતી.
- આજથી બે મહિના અગાઉ વિજય, નિલેશ અને શીવરાજે ભીલડીમાં રાધનપુર જવાના રસ્તે આવેલા કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાંથી રોકડની ચોરી કરી હતી.
- આજથી આઠ દિવસ અગાઉ વિજય પલાસ, નિલેશ પલાસ, નિકેશ પલાસ, હેમરાજ ધારકા, શિવરાજ પલાસે વિજાપુર ચોકડીથી હિંમતનગર તરફ જતા રોડ પર આવેલી કપાસની 3 જીનોની ઓફિસો તોડી રોકડની ચોરી કરી હતી.
- આજથી અઢી મહિના અગાઉ વિજય પલાસ, નિલેશ પલાસ, શીવરાજ પલાસે ભેગા મળી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા પાસે હાઇવેને અડીને આવેલા એક ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.
દાહોદ ટોળકી અગાઉ રોડ બનાવવાની મજૂરીએ આવી ચોરીની જગ્યાઓ જોઇ જાય છે અને પછી ચોરીને અંજામ આપે છે. સૌથી વધુ તેઓ હાઇવે સાઇડે આવેલી કોટન જિનિંગ મિલોને નિશાન બનાવે છે. ઝડપાયેલા વિજય પલાસ સામે વર્ષ 2017માં વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે.
Related News
આયોજન: ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જિયમ મલિનો જાતિના શ્વાન પ્રથમ વાર પરેડ કરશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કાર્યવાહી: ઉમેદપુરા ગામમાંથી 2.40 લાખના દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો ઝડપાઇ, દાહોદ LCBએ પાણીયાથી 7 કિલોમીટર પીછો કર્યો હતો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા2 કલાક પહેલાRead More
Comments are Closed