કાર્યવાહીની માંગ: દાહોદ શહેરના 6 કેસ સહિત જિલ્લામાં કુલ 12 પોઝિટિવ, કોવિડના કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહીની માગ
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- A Total Of 12 Positives In The District, Including 6 Cases In Dahod City, Demand Punitive Action Against Those Violating The Kovid Law.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- બેસતા વર્ષથી લઈને પાંચ દિવસમાં જ કુલ 99 કોરોના કેસ નોંધાયા
દાહોદમાં દીપોત્સવ બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતાં તંત્ર અને પ્રજા બંને પક્ષે જબરજસ્ત હડકંપ મચી ગયો છે. તા.16 નવેમ્બર એટલે કે બેસતા વર્ષથી લઈને તા.20 સુધી માત્ર 5 દિવસમાં દાહોદમાં 99 કેસ નોંધાતાં તંત્ર ચોંકી ઉઠયું છે. દીપોત્સવની તા.11થી તા.20 નવેમ્બરના 10 દિવસોમાં દાહોદ ખાતે 134 કેસ નોંધાયા છે. જેની સામે તા.1 થી 10 નવેમ્બર દરમિયાન કુલ મળીને 76 કેસ નોંધાયા હતા.તા.20 નવેમ્બરે દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા થયેલી જાહેરાત મુજબ જિલ્લામાં નવા કુલ 12 કેસ નોંધાયા હતા.
જે પૈકી શહેરના 6, ઝાલોદ ગ્રામ્ય વિસ્તારના 2 અને દેવગઢ બારિયા, લીમખેડા, ગરબાડા અને સંજેલીના 1-1 દર્દીઓ નોંધાયા હતા. તંત્ર દ્વારા Rtpcrના 307 સેમ્પલ લેવાયા હતા જેમાં 6 પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ ટેસ્ટના 738 સેમ્પલો પૈકી 6 પોઝિટિવ આવ્યા હતા. આમ 5 દિવસમાં જ 99 નવા કેસ નોંધાતા તંત્ર હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટંન્સિંગ વિના ફરતા લોકોને ઝડપી દંડનીય કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed