કાર્યવાહિ: ભોરવા ડોઝઘર ગામમાં ઝઘડામાં છાતીમાં પથ્થર મારતાં કાકાનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • મૃતકની પુત્રીએ બે પિતરાઇ ભાઇઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામના રેખાબેન મગનભાઇ તંબોળીયા તથા તેની માતા કાળીબેન, ભાભી રમીલાબેન, ભત્રીજી મનીષાબેન તેમના ઘરની બાજુમાં આવેલ ઉકરડામાંથી છાણીયુ ખાતર ટ્રેક્ટરમાંથી ભરીને ખેતરમાં નાખતા હતા. તે દરમિયાન તેના કાકા મનીયાભાઇનો છોકરો પરસુ તંબોળીયા આવી ખાતર ભરો પણ મારા ખેતરમાં તમારા ઉકરડાનું ખાતર કેમ પડે છે તેમ કહી પરસુએ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગતા તેઓની વચ્ચે બોલાચાલી થઇ હતી.

આ દરમિયાન રેખાબેનના પિતા મગનભાઇ ઘરમાંથી બહાર આવી પરસુને ગાળા ગાળી નહી કરવા જણાવતાં ત્યારે કલા મનીયા તંબોળીયા પણ આવી મગનભાઇ સાથે ઝઘડો તકરાર કરી ઝપાઝપી કરવા લાગેલ અને બન્ને ભાઇઓએ પતાવી દેવાનો છે કહી ખેચતાણ કરી ઘરના આંગણા સુધી ઘસેડી લઇ ગયા હતા. ત્યારે પરસુ તંબોળીયાએ નન્નુભાઇ ધનાભાઇ તંબોળીયાને કપાળના ભાગે છુટ્ટો પથ્થર મારી દેતાં ઇજા થઇ હતી. તેમજ કલા તંબોળીયાએ ઘરની બાજુમાં પડેલ મોટો પથ્થર ઉચકી મગનભાઇને છાતીના ભાગે છુટો મારી દેતાં નીચે પડી ગયા આ દરમિયાન બુમાબુમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવતા હુમલાખોર બન્ને ભાઇઓ ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યાર બાદ 108 ને જાણ કરી બોલાવતાં તેના કર્મચારીએ તપાસ કરતાં મગનભાઇ મરણ ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મગનભાઇનો મૃતદેહ ધાનપુર સરકારી દવાખાને પી.એમ. અર્થે મોકલી આપ્યો હતો. આ સંદર્ભે મૃતકની પુત્રી રેખાબેન મગનભાઇ તંબોળીયાએ હુમલાખોર બે ભાઇઓ વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: