કાર્યક્રમ: દાહોદમાં વૈષ્ણવાચાર્યની હાજરીમાં મોડી રાત સુધી રસિયાના નાદે લોકો ઝૂમ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વૈષ્ણવ મહિલા ગ્રૂપ દ્વારા રસિયા કાર્યક્રમનું આયોજન

દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં શનિવારે રાતના સમયે હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો. હોળીના પાવન પર્વ અગાઉ દાહોદમાં રસિયાના કાર્યક્રમ યોજાય છે. તા.6 માર્ચ 2021ને શનિવારે રાત્રિના અબીલ, ગુલાલ અને ફૂલના સંગાથે રસિયાની રમઝટ રેલાઈ હતી.અત્યારે ઋતુરાજ વસંતની સિઝન ચાલી રહી છે.

દાહોદ એ ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલ શહેર હોઈ હજુ આ પંથકમાં વસંતના વધામણા લેવાની પરંપરાઓ ચલણી બની રહી છે. વસંતના આ ગાળામાં વૈષ્ણવ હવેલીઓમાં કેસૂડાંના કુદરતી રંગથી ભક્તોને રંગવાના મહાત્મ્ય સાથે આ ગાળામાં જ ભક્તો દ્વારા હોળીના સમયને અનુરૂપ રસદર્શન કરાવતા ‘રસિયા’ તરીકે ઓળખાતા ભક્તિગીતો રેલાય છે અને બાદમાં સહુને ફગવાંનો પ્રસાદ આપવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફગવાંના પ્રસાદી અને ધાર્મિક રીતે રસિયાનું વૈષ્ણવ સંપ્રદાયમાં અનન્ય મહત્વ રહેલો છે.

હોળીની પરંપરા નિભાવવાના શુભાશયે દાહોદના દેસાઈવાડ સ્થિત શ્રી દશાનીમા વણિક વાડીમાં વૈષ્ણવ મહિલા ગ્રુપ દ્વારા આયોજિત આ રસિયા કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય 10008 કલ્યાણરાયજી બાવા પણ સહ પરિવાર ઉપસ્થિત રહ્યાં હતા. અને લોકોએ ફૂલો, ફાગ અને ફગવાની પ્રસાદી‌ સહ રસિયાનો લ્હાવો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: