કારકિર્દી સપ્તાહનો સમાપન કાર્યક્રમ બાલાસિનોરમાં યોજાયો

Dahod - કારકિર્દી સપ્તાહનો સમાપન કાર્યક્રમ બાલાસિનોરમાં યોજાયો

બાલાશિનોર . મહીસાગર જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન બાલાસિનોરની કરૂણાનિકેતન હાઇસ્કુલ ખાતે જિલ્લા રોજગાર અધિકારી આર.એલ. પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સપ્તાહ થકી જિલ્લાના તમામ તાલુકાઓની હાઇસ્કુલોમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષકો અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારકિર્દી આયોજન સપ્તાહ અંતર્ગત શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાંવિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સપ્તાહના સમાપન કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સૌજન્ય થી વિજેતાઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થોએ પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે,જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વરા યોજાયેલ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ થી અમને પ્રોત્સાહન મળ્યું છે અમારી કારકિર્દી ઘડવા માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામા ખોખોની સ્પર્ધા

ઘોઘંબા:શ્રીજી આશ્રમ શાળા ઘોઘંબા મા ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની ખોખોની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શ્રી બાબાદેવ વિદ્યાલય ચેલાવાડાની ટીમ વિજેતા થઈ હવે જીલ્લા કક્ષાએ ભાગ લેશે. રાઠવા પરીવારમા જન્મેલી આ દીકરીઓ આદિવાસી સમાજ તેમજ શાળા નુ ગૌરવ વધારેલ છે.

હસ્તેશ્વર શાળામાં ખેલ મહાકુંભ યોજાયો હતો

દાહોદ.મહાકુંભ બુધવારે હસ્તેશ્વર માધ્યમિક શાળા,લીમખેડા મુકામે યોજાઈ ગયો.જેમાં સોનાલકુંજ વિદ્યાલય,નવા વડીયાના વિદ્યાર્થીઓ લાંબી કૂદ મા ગણાવા સુરેશ સુરસિગ,૮૦૦ મીટર દોડ અને ઉંચી કૂદ મા બારીઆ સંજય બુધાભાઇ,૪૦૦ મીટર અને ઉચી કૂદ મા નિનામા કિંજલબેં સરતન ભાઈ તથા ગોળા ફેકમા કિતજા નિતેશ દિનેશભાઈ પ્રથમ આવ્યા છે.

હાલોલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળો

હાલોલ. હાલોલ કુમારશાળામાં GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તેમજ ડાયટ પ્રેરિત બીઆરસી ભવન દ્વારા હાલોલ ધારાસભ્ય અને રાજય મંત્રી જયદ્રથસિંહ પમારની અધ્યક્ષતામાં તાલુકાકક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં તાલુકાની 130 શાળાના વિદ્યાર્થીઓએ કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંશાધન વ્યવસ્થાપન, બિનજરૂરી કચરા વ્યવસ્થાપન,પ્રત્યાહન અને પરિવહનની 130 કૃતિઓનું પ્રદર્શન કરી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિજ્ઞાન અને ગણિતની સીઆરસી કક્ષાએ પસંદ થયેલ શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન યોજાયુ હતુ. તાલુકાકક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિઓ જિલ્લાકક્ષાએ યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મુકાશે.

ગુમલી શાળા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયુ

દાહોદ.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલી શ્રી પ્રમુખ સ્વામી આશ્રમ શાળા ગુમલી દ્વારા પર્યાવરણ જાગ્રુતિ અને વન સંરક્ષણના હેતુસર ઊધાલમહુડા થી આશરે 4 કિલોમીટર નો જંગલમાં પગપાળા પ્રવાસ કરવામાં આવ્યો હતો.જેમાં શાળાના તમામ વિધાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.જંગલમાં અવનવી વનસ્પતિઓ, વૃક્ષો , પર્યાવરણીય જીવો વિશે બાળકોએ માહિતી મેળવી હતી.ત્યા બાળકો દ્વારા સામૂહિક પ્રાર્થનાં, વૃક્ષોના નામ ના પહેલા અક્ષરથી અંતાક્ષરી , પ્રકૃતિના મુદ્દાઓ ને ધ્યાનમાં રાખીને શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા, વોલીબોલ , ખોખો અને કબડ્ડી જેવી રમતો પણ વિધાર્થીઓને રમાડી.અંતે બાળકો અને શિક્ષકોએ વનભોજનનો આંનદ લીધો હતો

દાહોદમાં આજે પાક વિમા અંગે ચર્ચા-વિચારણ કરવા મિટીંગ યોજાશે

દાહોદ.દાહોદ જિલ્લા સહકારી સંઘ દાહોદના ઉપક્રમે તા.29-9-2018ને શનિવારના રોજ બપોરે 1.00 કલાકે દાહોદ જિલ્લાના તથા ગરબાડા તાલુકાના ચેરમેન તથા સેક્રેટરીઓની પાક વિમા અંગે ચર્ચા – વિચારણા માટે એક મિટીગનું આયોજન કરવામાં આવેલ છે. મિટીંગમાં મંડળી વિસ્તારના તલાટી – કમ મંત્રી તેમજ બે ગ્રામ કે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચઓએ હાજર રહેશે આ મિટીગમાં પાકવીમો સહકારી મંડળી તથા બંેકોને મળે તે માટેની ચર્ચા કરવામાં આવનાર છે. સરકારશ્રીના નક્કી કરેલ પાક ઉત્પાદનના આંકડા કરતાં ઓછી આનાવારી થાયતે માટેની તકેદારી સરપંચ,તલાટી તથા ચેરમેન તેમજ સેકેટરીએ જે તે ગામના આંકડા મેળવી તે અંગેની રજુઆત ધી પંચમહાલ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેન્ક લિ. ને આંકડા સહિત મોકલી આપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ બેન્કના ઇન્સપેકટરો પણ હાજર રહેશે. આ મિટીંગમાં દરેક ખેડૂતને હાજર રહેવા માટે દાહોદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન કલસિંગભાઇ તાજસિંગભાઇ મેડાએ જણાવ્યું છે.

મહીસાગરના યુવા કવિ શૈલેષ ચૌધરીના ગઝલ સંગ્રહ ‘કેફ’નું પદ્મશ્રી ડો. પ્રવીણ દરજીના હસ્તે વિમોચન

લુણાવાડા. મહીસાગર જિલ્લામાંથી કેટલીય પ્રતિભાઓ દેશમાં જ નહિ પરંતુ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. સાહિત્ય ક્ષેત્રે મહીસાગર જિલ્લાનું યોગદાન ઓછું અંકે તેમ નથી. આવા સમયમાં જિલ્લાના ખાનપુર તાલુકાનાં લીમડીયા ગામ પાસેના માંડ ચાલીસ ઘરની વસ્તી ધરાવતા માળીયા ગામમાથી અભણ માતા-પિતાના સંતાન એવા શૈલેષ ચૌધરીને નાનપણથી સાહિત્યનો ચસ્કો હતો પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે વ્યાયામક્ષેત્રે અભ્યાસ કરી વ્યાયામ શિક્ષકની નોકરી મેળવી. પરંતુ સાહિત્યનો વળગાડ તેમનો પીછો છોડી ન શક્યો અને તેમણે આ દિશામાં આગળ ડગ ભરવા માંડ્યા. કહેવત છે કે, જહાં ચાહ વહા રાહ,રાજકોટના ખ્યાતનામ કવિશ્રી સંજુ વાળા દ્વારા શીખવવામાં આવેલા છંદ દ્વારા શૈલેષ ઓર ખીલ્યો અને સોશિયલ મીડિયામાં તેની રચનાઓ વખણાવા લાગી,ધીમે ધીમે પાક્ષિક, સાપ્તાહિક અખબારોમાં તેની રચનાઓ પ્રકાશિત થવા લાગી, અને આ પીઠબળે તેને પુસ્તક લખવા તરફ પ્રેરિત કર્યો હતો. કાર્યક્રમમાં કવયિત્રી પ્રીતિ શર્માએ ગણપતિની સ્તુતિ મધુરકાંઠે રજૂ કરી હતી.

દાહોદમાં આજે પોષણ અભિયાન જન આંદોલન કાર્યક્રમ યોજાશે

દાહોદ. ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ દાહોદ, જિલ્લા વહીવટીતંત્ર અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે પોષણ અભિયાનના માધ્યમથી ગામે ગામ દરેક ફળીયા- શેરીમાં માતા બાળકોના આરોગ્ય અને પોષણ વિશે જાગૃત્તિ લાવવા માટે જિલ્લા કક્ષાએ પોષણ અભિયાન જન આંદોલન કાર્યક્રમ ભારત સરકારના પંચાયતી રાજ, ખેતી અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને દાહોદ, નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મેદાન ખાતે તા. ૨૯ના રોજ યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારા સભ્ય સર્વે રમેશભાઇ કટારા, ભાવેશભાઇ કટારા, શેલૈષભાઇ ભાભોર, વજેસિંહભાઇ પણદા, ચંદ્રિકાબેન બારીયા, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દક્ષાબેન પરમાર સહિત ઉપસ્થિત રહેશે.

ગાંધી જયંતીએ દાહોદ ખાતે પ્રાર્થના સભા તથા ગાંધીજીની ચિત્રાત્મક અભિવ્યક્તિનું પ્રદર્શન

દાહોદ. દા.અ.મ.સાર્વ.એજ્યુકેશન સોસાયટી દ્વારા દર વર્ષની માફક તા.2 ઓક્ટોબરે, ગાંધી જયંતીના પાવન અવસરે સંસ્થાના પરિસરમાં સ્થાપિત રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી તથા પ્રાર્થના સભાનું આયોજન સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી સુરેશભાઈ શેઠના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું છે. ગાંધી ચિત્રો, કોલાજ કાર્ય કે અન્ય તૈયાર ચિત્રોની નીચે ગાંધીસુક્તિ, ગાંધી ઉદ્બોધન, કોઈ કવિતાની પંક્તિ કે શ્લોક ટાંકીને તા.1 ઓક્ટોબર સુધીમાં આ સંસ્થાની ઓફિસે જમા કારવવાનું રહેશે. જે માટે પ્રત્યેક સ્પર્ધકને એક સ્મૃતિભેટ અને સર્ટીફીકેટ આપવામાં આવશે.

ઝાલોદ – માંડલીખુંટામાં ઇન્ટરશીપ કાર્યક્રમ

ઝાલોદ માંડલીખુંટા પ્રા.શાળા ખાતે જે.કે. દેસાઇ બી.એડ કોલેજ દ્વારા ઇન્ટરશીપનો 3 માસનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પ્રિયંકાબેન એસ. ભાભોર, રીનાબેન આર. ડામોર, રૂપવંતીબેન એન. વસૈયા, અંકિતભાઇ એમ. વસૈયા પ્રકાશભાઇ એલ. સંગાડા, જ્યાબેન એસ. સંગાડા આ તાલીમાર્થી મિત્રોએ માંડલીખુંટા ગામમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેવા હેતુથી સાક્ષરતા અભિયાન હેઠળ ગામમાં ઘરે ઘરે જઇ ગ્રામજનોની મુલાકાત લઇ શિક્ષણ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરેલ છે.

દાહોદ જિલ્લાના ગણિત વિજ્ઞાન પર્યવર્ણ પ્રદર્શનમા 5 શાળાઓ ઝળકી

લીમડી. ઝાલોદ તાલુકા ના લીમડી ની ધી ન્યુ એચીવર સ્કૂલ ઓફ સાયન્સ મા જી.સી.ઇ.આર.ટી,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,દાહોદ પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિજ્ઞાન મંડળ,દાહોદ અને ધી ન્યૂ એચીવર સ્કુલ ઓફ સાયન્સ,લીમડી દ્રારા દાહોદ જિલ્લા કક્ષાનું ર્ડા. વિક્રમભાઇ સારાભાઇ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી,ખાતે યોજાયો હતો. જેમા જિલ્લાની જુદી જુદી શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો દ્વારા ૫૨ જેટલીવિજ્ઞાન ગણિત અને પર્યાવરણની કૃત્તિઓ પ્રદર્શિત કરાઇ હતી. જેમા દાહોદ જિલ્લા ની ૫ સ્કૂલો અવ્વલ નંબરે ઝળકી હતી. જેમા વિભાગ ૧માં ઝાલોદ તાલુકાના લીમડી ની બી.પી.અગ્રવાલ હાઇસ્કૂલ ની હાઇડ્રોપોનીક્સ ખેતીની કૃતિ ઝળકી હતી . તેમજ વિભાગ ૨ મા દેવગઢ બારિયા તાલુકા ની રોઝ બર્ડ સ્કૂલ બારીયાની સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની ક્રુતી ઝળકી હતી . તેમજ વિભાગ ૩ મા દાહોદ શહેર ની એમ વાય હાઇસ્કૂલ ની રોલર એન્ડ સોલર ઉર્જા થી ખેતી નામની કૃતિ ઝળકી હતી . વિભાગ ૪ મા દાહોદ શહેરની આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલ ની કચરાનુ વ્યવસ્થાપન નામક કૃતિ ઝળકી હતી .


Related News

Comments are Closed

%d bloggers like this: