કાયદાની આંટી ઘૂંટી: દાહોદ જિલ્લાના ગામડામાં આધુનિક ખેતી કરી એવોર્ડ મેળવનાર ખેડૂત ચંદનની ખેતી કરી કાયદાના કાવા દાવામાં અટવાઇ પડ્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In The Villages Of Dahod District, The Farmer Who Received The Award For Modern Farming Got Stuck In The Lawsuit By Cultivating Sandalwood

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પરવાનગી લઇ ચંદનના વૃક્ષ કાપ્યા પણ હાર્ડવુડ કાઢવાનું લાયસન્સ ન હોવાથી કામગીરી રોકાઇ
  • પહેલા કહ્યુ કોઇ પરવાનગી જરુરી નથી ને પછી કામ બંધ કરવાનો પત્ર આવ્યો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસિયા ગામમાં રહેતા એક ખેડૂતને આધુનિક ખેતી માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ખેડૂતે ચંદનના વૃક્ષો પણ ઉછેર્યા છે. હવે તેમાંના કેટલાક વૃક્ષો તેમણે કાપ્યા બાદ તેનું વેચાણ કરવુ છે. પરંતુ તેનું લાયસન્સ લેવાની સુચના મળતાં તેમની કામગીરી અટકી પડી છે. જેથી તેમણે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યુ છે.

વન વિભાગે પત્ર પાઠવતા કામગીરી રોકી દેવામાં આવી

સંજેલીના વાંસિયામાં રહેતા ગમનભાઇ વસૈયાએ તેમની વાડીમાં સાગ, વાંસ,ચંદન અને આંબાના 3000 જેટલા વૃક્ષો ઉછેર્યા છે. આ આદિવાસી ખેડૂત ખોબલા જેટલા ગામડાંમાં 20 વર્ષથી સફળ બાગાયતી ખેતી કરે છે. જેથી તેમને વર્ષ 2013-14માં આત્મા પ્રોજેક્ટ દ્વારા એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ગમનભાઇ હાલમાં એક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. કારણ કે તેમણે ઉછેરેલા 15 જેટલા ચંદનના વૃક્ષો વન વિભાગની પરવાનગી મેળવી કાપી નાખ્યા છે. આ વિસ્તારમાં થતાં ચંદનના વૃક્ષોના લાકડાં સંપૂર્ણ સુગંધી નથી હોતા પરંતુ તેની છાલ કાઢી નાખવામાં આવે તો જ તેની સુગંધ અનુભવાય છે. જેથી લાકડામાંથી હાર્ડ વુડ અલગ કરવા માટે તેમણે ગત 5 મે ના રોજ પરવાનગી માંગી હતી. પરંતુ સંબંધીત કચેરીએ તેના માટે કોઇ પરવાનગીની જરુર ન હોવાનું મૈાખિક જણાવાયુ હોવાનું તેમનું કહેવુ છે. જેથી 60 ટુકડાની કામગીરી પૂર્ણ કરતાં જ 17 મે ના રોજ તેમને લાયસન્સ મેળવ્યા બાદ જ હાર્ડવુડ કાઢવાની કામગીરી કરવા વન વિભાગે પત્ર પાઠવતા કામગીરી રોકી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી

ગમનભાઇએ આ કાયદો આદિવાસી કે ખેડૂતો માટે ન હોવો જોઇએ તેમ જણાવ્યુ છે. તેમજ આ કોઇ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ નથી. જેથી કન્વર્ઝનની ભાષા બદલવી જોઇએ તેમજ કોઇ પણ કંપનીના કાયદા ખેડૂત પર લાગુ થવા ન જોઇએ તેવી તેમની રજૂઆત છે. આ કાયદો ખેડૂતોને મંજૂર નથી અને મહિનામાં પરવાનો આપવાની રજૂઆત સાથે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી છે.

વહેલી તકે લાયસન્સ મળે તેવા પ્રયત્નો પણ કરશે

આમ ચંદનની ખેતી કરી કાયદામાં આધુનિક ખેડૂત અટવાઇ પડ્યો છે. કારણ કે તેમણે લાયસન્સ નહી મેળવ્યુ હોય તેના પરિવહન માટે વન વિભાગ પાસ પરમીટ નહી આપી શકે તેમ ડીએફઓએ જણાવ્યુ છે. ડીએફઓએ એમ પણ કહ્યું છે કે તેઓ તેમના દસ્તાવેજી જરુરી પુરાવા રજૂ કરે તો વન વિભાગ તેમને પુરેપુરી મદદ કરશે. અને તેમને વહેલી તકે લાયસન્સ મળે તેવા પ્રયત્નો પણ કરશે. તેમના માટે આગળ જે કંઇ લખવાનુ હોય કે રજૂઆત કરવાની હોય તે તમામ મદદ વિભાગ કરશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: