કામ કરવાની ના પાડતા દીકરીએ સ્પિરીટ પી લીધું

માતાપિતા સાથે વિવાદ થયો હતો હોસ્ટેલ સંચાલિકાએ સારવારમાં ખસેડી

  • Dahod - કામ કરવાની ના પાડતા દીકરીએ સ્પિરીટ પી લીધું

    રતલામ ખાતે અભ્યાસ કરી ત્યાં જ નોકરી કરતી દાહોદની વિદ્યાર્થીની નિકિતા સ્વેસિંહ ખપેડે ગુરુવારે રાતના સમયે સ્પિરીટ પી લેતા ચકચાર મચી ગઈ હતી. દાહોદ ખાતે આવેલી નિકીતાને માતા પિતા સાથે વિવાદ થયો હતો. બાદમાં તેણી રતલામ સ્થિત હોસ્ટેલમાં આવી હતી. હોસ્ટેલ સંચાલિકાએ તેને 108 દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી તેના માતાપિતાને જાણ કરતા તેને તેઓ દાહોદ લઇ આવ્યા હતા.

    રતલામના કાટજુ નગર સ્થિત એમ.બી.શર્મા નર્સિંગ કોલેજમાં કોર્સ પૂરો કર્યા બાદ ઘાસ બજારમાં આવેલ મોર્ડન હોસ્ટેલના રૂમ નં: 4 માં રહેતી અને પોતે જ્યાં અભ્યાસ કર્યો હતો તે જ નર્સિંગ કોલેજમાં ક્લિનિકલ ઈસ્ટ્રક્ટર તરીકે નોકરી કરતી નિકિતા ખપેડે ગુરુવારની રાતના સમયે સ્પિરીટ પી લીધું હતું. રતલામ હોસ્ટેલના સંચાલિકા ઉષા વ્યાસે આપેલ માહિતી અનુસાર પાંચ દિવસ અગાઉ દાહોદ આવેલ નિકિતા ગુરુવારે રાતે 8.30 કલાકે જ હોસ્ટેલમાં પરત આવી મધરાતે તેને ઉલ્ટીઓ થતા તેની રૂમમેટ્સ અનુરાધા તથા ભારતીની મદદથી તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. નિકિતાએ જણાવ્યું હતું કે તેને માતાપિતાએ રતલામમાં કામ કરવાની ના પડતા તેઓ વચ્ચે વિવાદ થયો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: