કામગીરી: સંજેલીમાં ગંદકી અને દબાણને લઇ બેઠક, પોલીસ તંત્ર દ્વારા બાઈકોને ટાર્ગેટ બનાવતાં વેપાર ધંધા પર માઠી અસર
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

સંજેલીમાં ટીડીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી.
- મીટિંગ બાદ પંચાયતના ગેટ આગળથી સફાઇ અભિયાન શરૂ કરાયું
સંજેલીમાં ઠેરઠેર ગંદકી દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ યુધ્ધના ધોરણે ગ્રામજનો, વેપારી સરપંચ તલાટી સાથે રાખી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી. જેમાં સંજેલી મામલતદાર પી.આઈ.પટેલ, ટી.એચ.ઓ. એમ.એ.આલમના, ટીડીઓ ભુરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. નગરમાં ગટરના ગંદા પાણી અને રસ્તા સહિતની સમસ્યાના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈક ચાલકોને દંડતા ધંધા રોજગાર પર માઠી અસરને લઈ પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
પુષ્પ સાગર કિનારે વીર શહીદો માટે બનાવેલ વાડીમાં વૃક્ષારોપણમાં પણ કચરાના ઢગલા નગરના મુખ્ય માર્ગ સહિત ફળીયાના માર્ગો પર ગંદકીઓ અને ગટરના પાણી રોડ પર તેમજ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરા માટે કરતું વાહન ડિસલેરી તેમજ ચામડીયા ફળિયામાં આવતું નથી. ખુલ્લી ગટરોના ઢાંકણાનો અભાવ અને ભૂતિયા કનેકશનો દુર કરી રેગ્યુલર પાણી આપવા તેમજ નવા નળ કનેકશનો આપવા સહિતની રજુઆતો કરવામાં આવી હતી. મીટીંગ પૂર્ણ થતાં જ સફાઈ કર્મચારીઓને બોલાવી તાલુકા પંચાયતના ગેટ આગળથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed