કામગીરી: નવાગામ- સુલીયાત મોરાના રસ્તાનું કામ શરૂ થતાં વાહન ચાલકોમાં ખુશી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલી40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રસ્તાનું ચાલતુ કામ.

  • રસ્તા સાંકડા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી

મોરવા હડપ તાલુકાની સરહદ અને સંજેલી ગોધરા તરફના નવાગામ- સુલીયાત મોરાના રસ્તાઓ સાંકડા હોવાથી નાના મોટા વાહન ચાલકો માટે ખુબજ મુશ્કેલી પડતી હતી. આવા સાંકડા રસ્તાઓ પહોળા કરવાની તથા સારી રીતે ડામર કામ થાય તેમાટે વારંવારની રજૂઆતો બાદ વતર્માન સમયે આ રસ્તાનું કામ શરૂ થતાં વાહન ચાલકોમાં આનંદ છવાયો છે. જોકે ઝાલોદ નાનસલાઈથી સંજેલી માંડલી નવાગામ, સુલીયાત સંતરામપુરને જોડતા આ સિંગલ રોડને સ્ટેટ હાઇવેમાં સમાવવા માટે જાગુત આગેવાનોએ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાને રજૂઆતો કરતા આ રસ્તાઓને સ્ટેટ હાઇવેમાં સમાવવામા આવેલ છે. જાણવા મળ્યાં મુંજબ તબકાવાર તમામ રોડ સારા થઈ જશે. હાલમાં પીછોડા લીમડાથી સંજેલી તરફના રસ્તાનું કામબાકી છે તે વહેલી તકે ચાલુ થાય તેવી વાહન ચાલકોની માંગ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: