કામગીરી: દાહોદમાં રવિવારે સ્વયંભૂ કર્ફ્યુ જેવા માહોલની પ્રતિતી થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં રવિવારે વાણિજ્યક સેવાઓ બંધ રાખી વિવિધ વિસ્તારોને સેનિટાઇઝ કરાયા હતા.

  • આવશ્યક સિવાયની સેવાઓ બંધનો આદેશ કરાયો, શહેરના વિવિધ વિસ્તારોને સેનિટાઇઝ કરાયા હતાં

રાજ્ય સાથે દાહોદ જિલ્લામાં પણ કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થતાં વિવિધ વિસ્તારોને સેનિટાઇઝ કરવા સહિતની કામગીરી કરવા માટે કલેક્ટર દ્વારા દર રવિવારે આવશ્યક સિવાયની તમામ વાણિજ્યક સેવા બંધ રાખવાનો આદેશ કર્યો હતો. તેના પગલે રવિવારના રોજ દાહોદ શહેરમાં સ્વંયભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. મહત્તમ લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું. આવશ્યક કામ હોય તે લોકો જ ઘરની બહાર નીકળતા વિવિધ વિસ્તારોમાં હળવી ચહલ-પહલ જોવા મળી હતી. બજારો બંધ રહ્યા હોવાને કારણે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરી હતી.

ટ્રાફિક અને લોકોથી ભરચક રહેતાં મુખ્ય વિસ્તારોમાં રવિવારે રસ્તા ઉપર ગણતરીના વાહન અને લોકોની ચહલ પહલ જોવા મળી હતી પરંતુ શહેરના સોસાયટી વિસ્તારોમાં તો સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: