કામગીરી: દાહોદમાં પાલિકાના નવા સુધરાઇ સભ્યો પ્રજાલક્ષી કામગીરી માટે ઉત્સાહિત બન્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મુસ્લિમ બહુમતિ ધરાવતા વોર્ડ 6માં ધમધમાટ, બોર્ડ પહેલાં જ કાઉન્સિલરો દરેક વોર્ડમાં સક્રિય

દાહોદ શહેરમાં નગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 36માંથી 31 બેઠકો પ્રાપ્ત કરી પૂર્ણ બહુમતિ મેળવી છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી આડે ગણતરીના કલાકો બાકી હોવાથી આ પદે કોણ બિરાજમાન થશે તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. જોકે, આ વચ્ચે ભાજપના બેનર ઉપરથી પ્રથમ વખત જ ચુંટાયેલા સુધરાઇ સભ્યો ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. પાલિકાનું બોર્ડ બને તે પહેલાં જ દરેક સુધરાઇ સભ્યોએ અને તેમાં ખાસ કરીને નવા ચુંટાયેલાઓએ તો પ્રજાલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે.

ભાજપે આ વખતે મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં મુસ્લિમ પ્રતિનિધિઓને ટિકીટ આપી ક્લીન સ્વીપ કર્યુ છે. સફાઇ, લાઇટ કે પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ ઘણી વખત વલખાં મારતાં મુસ્લિમ વિસ્તારના લોકોને હવે સમસ્યા નહીં પડે તેવી આશા બંધાઇ છે. તો બીજી તરફ પ્રજાએ મુકેલા વિશ્વાશ ઉપર ખરા ઉતરવા માટે આ વિસ્તારના સુધરાઇ સભ્યો પ્રજાને અત્યારથી જ વિકાસની આશા બંધાવતા જોવાઇ રહ્યા છે. સુધરાઇ સભ્ય બન્યા પહેલાં પણ પ્રજાને મદદરૂપ થવા માટે ચર્ચિત વોર્ડ નંબર 6ના ભાજપ પક્ષે પ્રથમ વખત જ વિજેતા થયેલા અહેમદ ચાંદ હાલ ખાસ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

તેમના વોર્ડની પ્રજાને પ્રાથમિક સુવિધા મેળવવામાં કોઇ તકલીફ ન પડે તે માટે નગર પાલિકાના સેનેટેરી, દિવાબત્તી, વોટર સપ્લાય સહિતના વિભાગના કર્મચારીઓને પોતાના વોર્ડમાં ભેગા કઇ રીતે કામગીરી થાય છે તે જાણીને વિસ્તારની પ્રજાને સરળતા રહે તે પ્રમાણે કામગીરી કરવાની સુચનાઓ આપતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ એક જ નહીં પરંતુ દરેક વોર્ડમાં ચુંટાયેલા સુધરાઇ સભ્યો અત્યારથી જ પ્રજાલક્ષી વિવિધ કામગીરી સાથે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં જોતરાઇ ગયેલા જોવા મળી રહ્યા છે. જોકે, સુધરાઇ સભ્યોમાં હાલ જોવાઇ રહેલો ઉત્સાહ પાંચ વર્ષ અકબંધ રહે તે જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: