કામગીરી: દાહોદના દિવ્યાંગોને દિવ્યાંગતા સર્ટિ., UDID કાર્ડ ઇસ્યુ માટેની કામગીરી શરૂ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા દેશમાં દિવ્યાંગજનો માટે ભવિષ્યમાં જુદી જુદી યોજનાઓના લાભ માટે યુનિવર્સલ આઇડી ફોર ૫ર્સન્સ વીથ ડીસેબીલીટીઝ (યુ.ડી.આઇ.ડી.) પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં પણ દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણ૫ત્ર અને યુડીઆઇડી કાર્ડ માટે http://www.swavlambancard.gov.in વેબસાઇટ પરથી ઇસ્યુ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. દિવ્યાંગોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા દાહોદની કચેરીમાં જરૂરી પુરાવાઓની અસલ અને નકલ સાથે લઈને સોમવાર અને ગુરુવારે આવવાનું રહેશે.
આ માટે જન્મનો દાખલો (ઉંમરનુ પ્રમાણપત્ર), આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. માત્ર રજિસ્ટ્રેશન કરવાથી દિવ્યાંગતા પ્રમાણ૫ત્ર અને યુડીઆઇડી કાર્ડ મળવાપાત્ર રહેશે નહિ. પરંતુ જે લાભાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરેલ હોય તેવા લાભાર્થીઓને દાહોદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ (ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ)માં દિવ્યાંગતાની તબીબી તપાસ માટે અસલ પુરાવા સાથે ફરજીયાત જવાનું રહેશે. યુડીઆઇડી કાર્ડ ભારત સરકાર તરફથી જિલ્લા સમાજ સુરક્ષા દાહોદની કચેરી મારફત આપના સરનામા પર અરજી મંજૂર થયાના માસ બાદ મળશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed