કામગીરી: દાહોદના દરેક વોર્ડમાં આગામી ચૂંટણીલક્ષી ગતિવિધિનો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ નગરપાલિકા

  • દાહોદ પાલિકા ખાતે હાલમાં વહીવટદાર શાસિત છે
  • આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના

દાહોદ નગરપાલિકાના વર્તમાન કાઉન્સિલરોની મુદત ગત માસે સંપન્ન થયા બાદ આગામી ચૂંટણી ક્યારે આવશે ને કયા કયા મૂર્તિ ચૂંટણીમાં ઝંપલાવવા થનગની રહ્યા છે તેની ચર્ચા કડકડતી ઠંડીના સમયે નગરમાં ગરમાવો લાવી રહી છે. દાહોદ નગર પાલિકામાં નવેમ્બરમાં ચૂંટણી નિર્ધારિત હતી પરંતુ કોરોનાના કારણે ગુજરાતભરની તમામ ચૂંટણીઓ ત્રણ મહિના પાછી ઠેલાઈ છે ત્યારે દાહોદ નગરપાલિકામાં ગત માસથી વર્તમાન ચીફ ઓફિસર નવનીતકુમાર પટેલ વહીવટદાર તરીકે નિમણુક પામ્યા છે.

જ્યારે કે ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી કે અપક્ષ તરીકે ઝંપલાવવા માંગતા અનેક દાવેદારો પોતપોતાના વોર્ડમાં સક્રિય બન્યા છે. મતદાર યાદીથી લઈ પોતાના વોર્ડના કયા કયા કામ બાકી છે, પોતાનું કાર્યાલય ક્યાં ને ક્યારે ખોલવું, ચૂંટણીમાં પોતાની સાથે ખભેખભા મિલાવીને કામ કરવા કટિબધ્ધ લોકોની સુચિ બનાવવી, કોની કોની સાથે અને ક્યારે મીટિંગ કરવી વગેરે કાર્યો ગતિમંત બન્યા છે. તો ભાજપ કે કોંગ્રેસમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યા બાદ છેલ્લી ઘડીએ પક્ષના અગ્રણીઓ દ્વારા પોતાની અવગણના થાય અને ટિકિટ ના મળે તો બળવો કરી અપક્ષ તરીકે ઝંપલાવવા કોણ થનગની રહ્યાં છે તે ચર્ચાઓ પણ દાહોદમાં એરણે ચડી છે. ગુજરાતની જે તે તમામ પાલિકાઓની પેન્ડીંગ ચૂંટણી સાથે દાહોદ નગર પાલિકાની પાછી ઠેલાયેલી ચૂંટણી માટે આગામી 18 જાન્યુઆરીએ જાહેરનામુ પાડીને આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના રાજકીય પંડિતોએ વ્યક્ત કરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: