કામગીરીની તપાસ: મારૂ ગામ કોરોનામુક્ત બને તે માટે ગામડાઓમાં વેક્સિનેશન અભિયાન સઘન કરવા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ સુચન કર્યું
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Minister In Charge Ganpat Singh Vasava Suggested To Intensify Vaccination Campaign In Villages To Make My Village Corona Free.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોરોનાની બીજી લહેરમાં જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ સમીક્ષા કરી
દાહોદના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની બીજી લહેરમાં જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન અભિયાન ચલાવવા જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ના આહ્વાનને બરાબર ઝિલી લઇ ગ્રામ્યસ્તરે નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું.
ડોક્ટરો-નર્સો સહિતના સ્ટાફની કામગીરીને બિરદાવવી
બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ખૂબ તીવ્ર હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને ખૂબ સારી રીતે સાચવવામાં આવી હતી. જિલ્લાના ડોક્ટરો-નર્સો સહિતના સ્ટાફની કામગીરીને પણ બિરદાવવી જોઇએ. જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ મુજબ આગોતરૂં આયોજન કરી લોજીસ્ટીક રાખવી જોઇએ.
જિલ્લાના કોવિડ હોસ્પિટલોની સ્ટાફ વિશે માહિતી મેળવી
મંત્રી વસાવાને કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લામાં નવા ભરતી કરવામાં આવેલા ડોક્ટર-સ્ટાર્ફ નર્સ સહિતની સ્ટાફ વિશે માહિતી આપી હતી. મંત્રીએ જે કોવિડ દર્દીઓ આઇસીયુ પર હોય તેમની ખાસ અંગત કાળજી સ્ટાફ દ્વારા લેવાય એ માટે જણાવ્યું હતું. ડેડીકેટેડ કોવિડ હોસ્પીટલો ખાતે સ્વચ્છતા સહિતની તમામ બાબતો માટે સ્ટાફની જરૂર જણાય તો ભરતી કરવા તેમણે જણાવ્યું હતું. અને જિલ્લાના કોવિડ હોસ્પિટલોની સ્ટાફ વિશે માહિતી મેળવી હતી.
ગામોમાં ધન્વંતરિ રથને વધુ એક્ટિવ કરવા જણાવ્યું
તેમણે ગ્રામ્ય સ્તરે કોરોના બાબતે ખાસ જાગૃતિ અભિયાન ચલાવવા જણાવ્યું હતું. દરેક ગામ કોરોનામુક્ત ગામ બને એ માટે એક્શન પ્લાન તૈયાર કરી સરપંચ સહિત 10 લોકોની કમિટી બનાવવી તેમજ રોજેરોજ બેઠક કરી ગામમાં કોઇને કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ ટેસ્ટ-નિદાન-સારવાર સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ગામડાઓમાં લોકોમાં સંક્રમણ ન ફેલાય એ માટેના તમામ પગલા લેવા તેમજ ગામોમાં ધન્વંતરિ રથને વધુ એક્ટિવ કરવા જણાવ્યું હતું. ગ્રામ્ય સ્તરે કોરોનાને રોકવા ખાસ અભિયાન આદરવું જોઇએ.
ગામડાઓમાં લોકોની વેક્સિન બાબતની ગેરમાન્યતાઓ દૂર કરવી
ગામોમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ વેગવંતો બનાવવા તેમણે જણાવ્યું હતું. ગામડાઓમાં લોકોની વેક્સિન બાબતની ગેરમાન્યતાઓ દૂર કરવા વ્યાપક પ્રચાર કરવો અને કોરોનાના લક્ષણ જણાય તો બીજા ઉપાયો કરવાને સ્થાને સરકારી દવાખાને વેળાસર સારવાર લે તે માટેનું આયોજન કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં કોરોના અંગેના જાહેરનામા-નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ સખત પગલા લેવા જણાવ્યું હતું. કોરોનાની વિકટ સ્થિતિમાં ગરીબ લોકો સુધી અનાજનો પુરવઠો સમયસર પહોંચે તે માટે તેમણે સૂચન કર્યું હતું. કોરોના સામેની સ્થિતિને પહોંચી વળવા માટે ટ્રાયબલમાંથી 1 કરોડ રૂ. સુધીની રકમ માટેની છૂટ આપવાની તેમણે આ પ્રસંગે જાહેરાત કરી હતી.
ઝાયડસ હોસ્પિટલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
બેઠકમાં રાજયમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. આ વેળાએ પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા તેમજ ઝાયડસ હોસ્પિટલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed