કાંટુમાં માનવભક્ષી દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોને હાશકારો
- દીપડાના 19 હુમલામાં ચાર બાળકો મોતને ભેટ્યા હતા
- દીપડાને ધોબીકૂવા રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો
દિવ્ય ભાસ્કર
Aug 18, 2020, 04:00 AM IST
ધાનપુર. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં છેલ્લા એક માસથી માનવભક્ષી બનેલા દીપડાનો આતંક વધી ગયો હતો. છેલ્લા માસમાં ધાનપુર તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં દીપડાના હુમલાની 19 જેટલી ઘટનાઓ ઘટવા પામી હતી. જેમાં 4 બાળકો મોતને ભેટ્યા હતા. વનવિભાગ આ માનવભક્ષી બનેલા દીપડાને ઝડપી પાડવા માટે દિવસ-રાત કામ કરી રહી હતી. ત્યારે ગતરોજ એક કાંટુના પાંજરા નંબર-5મા મૂકેલા મારણ સાથે મારણ કરવા જતા દિપડો પાંજરે પૂરાયો હતો.
આ અગાઉ પણ બે દીપડાને પાંજરે પૂરાયા છે તેમ છતાં માનવ પર માનવભક્ષી દિપડાને હુમલાઓ યથાવત રહેતા વન વિભાગ સતત દિવસ-રાત એક કરીને ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હાલમાં પાંજરે પૂરાયેલો દીપડો ખરેખર માનવભક્ષી છે કે કેમ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ ગતરોજ રાત્રીના ધાનપુરના કાટુ ગામમાં સુરા ફળિયા ડુંગર વિસ્તારમાં મુકેલા પાંજરામાં એક અંદાજિત 8થી 9 વર્ષનો દીપડો પાંજરે પુરાતા વન વિભાગ તેમજ ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે. દીપડાને ધોબીકૂવા રેસ્ક્યૂ સેન્ટર ખસેડ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed