કલેક્ટરનો નિર્દેશ: દાહોદ જિલ્લામાં ફરી કોરોનાના કેસ વધતાં માસ્ક ઝુંબેશ શરૂ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બેજવાબદાર નાગરિકોને દંડ કરવા કલેક્ટરનો નિર્દેશ

દાહોદ જિલ્લામાં માસ્ક પહેર્યા વિના બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવાના નિર્દેશો કલેક્ટર વિજય ખરાડીએ પ્રશાસન અને પોલીસ તંત્રને આપ્યા છે. દાહોદ નગર ઉપરાંત જિલ્લામા છેલ્લા એક અરસમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. કલેક્ટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓની બેઠક બોલાવી હતી અને તેમાં ઉક્ત નિર્દેશો જારી કર્યા હતા.

આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે એવું જણાવ્યું હતુ કે, સમગ્ર દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા માસ્ક અંગેની કામગીરી કરવામાં આવશે અને કોઇ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નિકળતા નાગરિકોને નિયમોનુસારનો 1 હજારનો દંડ કરવામાં આવશે. જરૂર પડે ત્યાં પોલીસ કેસ પણ કરવામાં આવશે. નાગરિકો પોતાની જવાબદારી સમજી કોરોનાના વધતા કેસમાં સાવચેતી રાખી માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરે એ જરૂરી છે.

કલેક્ટરએ આ બેઠકમાં કોરોના કેસોમાં કન્ટેઇન્મેન્ટનું પાલન કરાવવા, કોન્ટેક્ટ ટ્રેસિંગની બાબતો ઉપર પણ ભાર મૂક્યો હતો. બુધવારે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને દાહોદ પાલિકાની ઇમારતોમાં ચૂંટણી પ્રક્રીયા દરમિયાન માત્ર કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યોને પ્રવેશ આપવામાં આવશે. જિલ્લા પંચાયત ખાતે ચૂંટણીને ધ્યાને રાખી માર્ગો જરૂર પડે તો ડાયવર્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: