કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ  ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો

દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે એક પરિણીત યુવક અન્ય યુવતી સાથે આડા સંબંધ રાખતો હતો. પોતાની પત્નિને આ મામલે જાણ થતાં પતિને અવાર નવાર આવુ નહીં કરવા કહેતા પતિ મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આવા અમાનુષી ત્રાસ તેમજ પતિ દ્વારા અન્ય યુવતી સાથેના આડા સંબંધથી કંટાળી જઈ પરિણીતાએ સાસરીમા જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પથકમાં ચકચાર મચી ગઈ છે.

બૈણા ગામે જુના ફળિયામાં રહેતો ભોપત હીરસીંગભાઈ બારીયા પોતે પરિણીત હોવા છતાં પણ અન્ય બીજી યુવતી સાથે આડા સંબંધ રાખતો હતો. આ બાબતની જાણ ભોપતની પત્નિને થતાં પત્નીએ તેને બીજી યુવતી સાથે આડા સંબંધ રાખવાની ના પાડતી હતી અને પોતાના પતિને સમજાવતી હતી, પરંતુ પતિ ભોપત તેને મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતો. આ અંગે પરિણીતાએ પોતાના પિતાને પણ જાણ કરી હતી. અવાર નવાર પતિ દ્વારા અપાતા ત્રાસથી અને પતિ દ્વારા અન્ય યુવતી સાથે આડા સંબંધના ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ છેવટે બૈણા ગામે પોતાની સાસરીમાં ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી.

આ સંબંધે મૃતક પરિણીતાના પિતાએ પોતાના જમાઈ ભોપત હીરસીંગભાઈ બારીયા વિરૂદ્ધ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: