કમોસમી માવઠું: દાહોદ નજીક કતવારામાં બપોરે વરસાદ સાથે બરફના કરાં પડ્યાં; લીલર, ગમલા,ખંગેલા, બોરખેડામાં પણ માવઠું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ13 કલાક પહેલા

  • રવી ઋતુની પૂર્ણાહુતિ ટાંણે જ કવેળા વરસાદ આવતા હવામાન બદલાઇ ગયુ ગરમી,ઠંડીની મિશ્ર ઋતુ સાથે વરસાદ આવતા બીમારીઓનો ભય વધ્યો

કતવારા ગામમાં ગુરુવારની બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક વરસાદ સાથે બરફના નાના ગોળા વરસતા સમગ્ર વિસ્તારમાં કૌતુક ફેલાયું હતું. સાવ અચાનક ચોમાસામાં વરસતો હોય તે પ્રકારે વરસાદ આરંભાયા બાદ તેની સાથે બરફના કરાં તરીકે ઓળખાતા નાનામોટા ગોળાકાર ટુકડા પણ પડ્યા હતા.

દાહોદ નજીક કતવારામાં “આઈસ હેલ” તરીકે ઓળખાતા બરફના કરાં વરસ્યા હતા

દાહોદ નજીક કતવારામાં “આઈસ હેલ” તરીકે ઓળખાતા બરફના કરાં વરસ્યા હતા

કતવારા ખાતે પડેલા માવઠારૂપે વરસેલા વરસાદની સાથે ટપોટપ બરફના કરાં પડતા લોકોએ તેને ‌હાથમાં ઝીલી ઘર બેઠાં કાશ્મીરનો આનંદ ઉઠાવ્યો હતો. ખાસ કરીને નાના બાળકો અને યુવાનોએ તો કતવારાના આભમાંથી આવા કરાં પહેલી જ વખત જોયા હોઈ તેઓ ખૂબ હદે રોમાંચિત બન્યા હતા બરફના કરાને હાથમાં લઈને તેનું અવલોકન કર્યું હતું. કતવારામાં નોંધાયેલ કમોસમી વરસાદ અને બરફના કરાથી વાતાવરણમાં શીતલહેર વ્યાપી ગઈ હતી.

દાહોદ નજીક કતવારામાં “આઈસ હેલ” તરીકે ઓળખાતા બરફના કરાં વરસ્યા હતા

દાહોદ નજીક કતવારામાં “આઈસ હેલ” તરીકે ઓળખાતા બરફના કરાં વરસ્યા હતા

તો આ કમોસમી વરસાદ અને બરફના કરાંને લઇને કતવારા પંથકના ખેડૂતોને પણ ખાસ્સું નુકસાન નોંધાશે તેવી વકી છે. પાથરણા અને હાથલારી ધારકોને મોટું નુકસાન પણ નોંધાયું હતું‌. હવામાન વિભાગ દ્વારા 18થી 21 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં બદલાવ આવશે તેવી આગાહી જાહેર થયા બાદ કતવારાની સાથેસાથે દાહોદની આસપાસના બોરખેડા, લીલર, ગમલા, ખંગેલા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે કમોસમી માવઠું વરસતા તમામ સ્થળોએ માલસામાન બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી અને ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાન થશે તેવી સંભાવના છે.

ગોધરા સહીત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસેલો કમોસમી વરસાદ વરસ્યો હતો.

ગોધરા સહીત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસેલો કમોસમી વરસાદ વરસ્યો હતો.

દાહોદ શહેરમાં રસ્તા ભીના થયા
દાહોદ શહેરના વાતાવરણમાં પણ અચનાક બપોરના સમય દરમિયાન એકાએક પલટો આવ્યો હતો. તડકા-છાંયડાની રમત વચ્ચે હળવું ઝાપટું પણ દાહોદ શહેરમાં પડ્યું હતું. તેના કારણે શહેરના રસ્તા ભીના થઇ ગયા હતાં. આ ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુજરાત સરહદે આવેલા નવાપુરમાં તો 10થી 15 મિનિટ સુધી કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુજરાત સરહદે આવેલા નવાપુરમાં તો 10થી 15 મિનિટ સુધી કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા

બરફના કરાં કેમ પડે છે?
વાતાવરણ ઠંડું હોય ત્યારે હવામાં રહેલા ભેજના કણ આવી ઠંડીમાં જામી જતા હોય છે અને એ મોટા ટીપાંનું સ્વરૂપ લઈ લે છે. પણ કેટલીકવાર ઠંડી હવામાં આ જામેલા ટીપા પર વધુને વધુ ભેજના કણ જામતા જાય છે અને અંતમાં એ કરાં બની જાય છે. જ્યારે એ ધરતી તરફ વરસવા માટે આવે છે ત્યારે તે પીગળીને વરસાદના ટીપાંમાં આ કરા બદલાઈ જાય છે. પણ તે પૈકીના વધુ ભેજ ધરાવતાં અણુઓ જે પીગળી નથી શકતા એ બરફના રૂપમાં જ જમીન પર આવીને પડવા માડે છે. જેને આપણે બરફના કરાના વરસાદ તરીકે પણ ઓળખીએ છીએ.


Related News

Comments are Closed

%d bloggers like this: