કડક કાર્યવાહી: દાહોદ શહેરમાં વેરો-ભાડુ નહીં ભરતાં 14 દુકાનો સીલ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાલિકાએ લાલ આંખ કરતાં 5 લાખની રિકવરી પ્રાપ્ત

દાહોદ નગર પાલિક દ્વારા વેરા વસુલાત અને પાલિકાની માલિકીની દુકાનોના ભાડા સંદર્ભે કડક કાર્યવાહી હાથ ધરાતા શહેરમાં સાગમટે 14 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. દાહોદ પાલિકાના નવનિયુક્ત મુખ્ય અધિકારી અને હાલના વહીવટદાર નવનીતકુમાર પટેલની સૂચના અનુસાર વેરા અને ભાડા વસુલાતની આ ઝુંબેશ અંતર્ગત પાલિકાના અધિકારીઓ અને અન્ય પાલિકાકર્મીઓની ટુકડીએ શહેરના સ્ટેશન રોડ સ્થિત દર્પણ રોડ ખાતે આવેલ ફાઇનલ પ્લોટ નં: 85 માં આવેલી 14 જેટલી દુકાનોને વેરા અને ભાડા સંદર્ભે સીલ કરી દવામાં આવી છે.

આ સાથે જ વેરા અને ભાડા પેઠે પાલિકા દ્વારા રૂ. 5 લાખની રિકવરી પણ કરવામાં આવી છે. મુખ્ય અધિકારી અને વહિવટદાર નવનિતકુમાર પટેલે જણાવ્યુ હતું કે, સારી સુવિધા લેવા માટે વેરા નિયમિત ભરવા આવશ્યક છે. ત્યારે દાહોદ શહેરી વિસ્તારના જે તે નાગરિકોને પોતાનો વેરો કે ભાડું બાકી હોય તે આગામી દિન 7 માં ભરી જવા તેઓએ તાકીદ કરી છે. વેરો કે ભાડું નહીં ભરનાર સામે ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






Related News

Comments are Closed

%d bloggers like this: