કડક કાર્યવાહી: દાહોદમાં ઘરવેરા અને મકાનના ભાડા પેટે 2.40 લાખની વસૂલાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા ટેક્ષના નાણાં વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરાઇ

દાહોદ શહેરી વિસ્તારના ટેક્ષ બાકી હોય તેવા વેપારીઓ સામે દાહોદ પાલિકા દ્વારા ટેક્ષના નાણા વસૂલવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત તા.10-3-’21 ના રોજ પાલિકાના અધિકારીગણ દ્વારા દાહોદ પાલિકાના મુખ્ય અધિકારી નવનીતકુમાર પટેલના માર્ગદર્શનમાં સંપન્ન થયેલ કાર્યવાહી અંતર્ગત -દાહોદ પાલિકા વિસ્તારમાંથી વિવિધ નાગરિકોને નળવેરા, મકાનભાડા અને ઘરવેરા વસુલાતનો આરંભ થયો છે. જે અંતર્ગત દાહોદના વોર્ડ નં. 1 થી 9 માં વિવિધ સ્તરે કડક ચેકીંગ અને વસુલાત કરવામાં આવતા પ્રિતેશ શેઠને ત્યાં નળ કનેક્શન સીલ કરવામાં આવ્યું હતું. બદલ, તો વેરો નહીં ભરવા બદલ નિલેશ નાયટાની દુકાન સીલ મારવામાં આવી છે.

તા.10-3-’21 ના રોજ આદરવામાં આવેલી ઝુંબેશ હેઠળ રૂ.1,50,000 ની વસુલાત અને મકાનભાડા પેઠે રૂ.90.000 બાકીદારો પાસેથી વસુલવામાં આવતા દાહોદના વિવિધ વિસ્તારોમાં આવા તત્વોમાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદના જે લોકો પ્રામાણિકતાથી તમામ વેરા ભરે છે તેમના વેરાઓ થકી પાલિકાનો વહીવટ સુપેરે ચાલે છે ત્યારે બાકીદારો પણ પોતાના વેરાઓ, ભાડા નિયમિત ભરે તો શહેરનો વહીવટ વધુ સરળતાથી ચાલી શક્રે તેવી રજૂઆત પાલિકાના અધિકારીઓએ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: