કડક અમલ: દાહોદમાં દંડથી લઈ દંડાવાળી સાથે રાત્રિ કરફ્યૂનો કડક અમલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- 12 પોઈન્ટ ગોઠવી 102 પોલીસકર્મીઓનો બંદોબસ્ત
- રાત્રિ કરફ્યૂનો આરંભ થતા શહેરમાં સન્નાટો છવાયો
દાહોદમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે તારીખ 7 એપ્રિલ 2021થી રાત્રિ કરફ્યુનો આરંભ થતા પ્રથમ દિવસથી જ શહેરમાં સન્નાટો પ્રવર્તી ગયો હતો.
દાહોદમાં 12 જેટલા પોઇન્ટ ગોઠવી પોલીસ મોબાઈલ વાન, મોટર સાયકલ પેટ્રોલિંગ જેવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ 1 પી.આઈ., 4 પી.એસ.આઈ., 57 પોલીસ જવાન, 10 એ.આર.પી. તથા 30 હોમગાર્ડ તથા ગ્રામરક્ષક દળ મળી કુલ 102 પોલીસકર્મીઓ ફરજનિષ્ઠ કરવામાં આવ્યા છે. તારીખ 8 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દાહોદ સહિત ગુજરાતના 20 શહેરોમાં જાહેર કરાયેલા રાત્રિ કર્ફ્યુ અંતર્ગત પ્રથમ રાત્રે જ દાહોદમાં પોલીસવાનમાંથી માઈક દ્વારા લોકોને ઘરે રહેવા સુચના અપાઈ હતી. તો સાથે જ દાહોદમાં કોરોનાનું સંક્રમણ ખૂબ હદે વ્યાપ્ત બન્યું છે.
ત્યારે લોકો જાગૃતિ રાખી ઘરે જ રહે તે માટે પ્રથમ રાતથી જ અકારણ બહાર ફરતા નિશાચર લોકો પ્રત્યે દંડથી લઈ દંડાવાળી કરી કડકાઈ દાખવતા પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય કાર્યવાહી થઈ હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed