કડકાઈ: દાહોદમાં છેલ્લા નવ દિવસમાં માસ્ક નહીં પહેરનારા નાગરિકોને રૂ. 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ પોલીસ દ્વારા જાહેરનામા ભંગની 124 ફરિયાદો કરી 142 લોકોની ધરપકડ કરવામાં આવી
દાહોદમાં વધતા જતાં કોરોના વાયરસના સંક્રમણની જાણે કોઇ પરવા જ ના હોય તેમ માસ્ક પહેર્યા વીના બહાર નીકળતી પડતા નાગરિકોની સામે હવે પોલીસ દ્વારા દંડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દાહોદ પોલીસ દ્વારા છેલ્લા નવ દિવસમાં માસ્ક ના પહેરનારા નાગરિકોને રૂ. 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ અધીક્ષક હિતેશ જોયસરે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના કાળમાં દાહોદ પોલીસ દ્વારા સંવેદનાપૂર્વક કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા એક લાખ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, છતાં હજુ પણ નાગરિકો માસ્ક પહેરવા બાબતે ગંભીર દેખાતા નથી. હાલમાં સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક તેમજ સેનિટાઈજેશનના નિયમોનું પાલન જ કોરોના સામે અસરકારક હથિયાર છે.
તેમણે ઉમેર્યું કે, દાહોદમાં નાઇટ કર્ફ્યુ અમલમાં છે અને રાત્રીના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાનની સંચારબંધીમાં કોઇ નાગરિક ઘરની બહાર ના નીકળે તે જરૂરી છે. વેપારીઓ, શાકભાજીના વેપારીઓ, દુકાનદારો આ બાબતનો ખાસ ખ્યાલ રાખે તે તેઓ પોતાના વેપારધંધા સમયસર આટોપી લે. જેથી સંચારબંધી દરમિયાન સમયસર ઘરે પહોંચી શકાય. આ ઉપરાંત, દિવસ દરમિયાન વેપારધંધાના સ્થળ ઉપર ગ્રાહકોની ભીડ ના થાય તેની તકેદારી રાખે, કોરોના માર્ગદર્શિકાનો ભંગ થતો જણાશે તો એવા વેપારી સામે નિમયોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની માર્ગદર્શિકાનું પાલન ચુસ્તપણે કરાવવામાં આવશે. પોલીસ દ્વારા આવા ઝોનમાં રાઉન્ડ ગોઠવવામાં આવશે. જેથી ત્યાં આવાગમનને નિયંત્રિત કરી શકાય. આ ઝોનના નિમયોનો ભંગ થતો જણાય તો પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં છેલ્લા નવ દિવસમાં જાહેરનામાના ભંગ બદલની 124 ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને તેમા 142 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed