ઓનલાઇન શિબિર: દાહોદમાં 26 નવેમ્બરે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે, એપ્રન્ટિસશીપ મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર ઓનલાઇન કરાશે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Industrial Employment Recruitment Fair, Apprenticeship Fair, Self Employment Guidance Camp Will Be Held Online On 26th November In Dahod

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદની જીલ્લા રોજગાર વિનિમય કચેરીએ આગામી તા. 26 નવેમ્બરે યુવાનો માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર રાજ્યવ્યાપી જીલ્લાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું છે. આ શિબિર બપોરે 12થી 1 કલાક દરમિયાન યોજાશે. જેમાં યુવાનોને ઓનલાઇન સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં રોજગારી, એપ્રેન્ટીસશીપ માટે ધો.10-12 પાસ, આઈ.ટી.આઇ કે ડિપ્લોમા-ઇલેક્ટ્રીક, મિકેનિકલ, આટોમોબાઇલ, ગ્રેજ્યુએટ, બી.એસ.સી. નર્સિંગ, જી.એન.એમ અનુભવી, બિનઅનુભવી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને તક અપાશે.

આ ભરતીમેળામાં દાહોદ જિલ્લાના, હાલોલ, અમદાવાદ, વડોદરા, આણંદ જિલ્લાના નોકરીદાતા દ્વારા જુનિયર સેલ્સ ટેલિકોલર, કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ, નર્સ, લાઈન ઓપરેટર/અસેમ્બ્લી ઓપરેટર વગેરે જગ્યાઓ માટે ઉપરોક્ત અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરૂષ 18થી 35 વર્ષ વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. એપ માધ્યમથી ઓનલાઇન રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં લાભ દાહોદના રોજગાર અધિકારી એ.એલ.ચૌહાણે જણાવ્યું છે.






Related News

Comments are Closed

%d bloggers like this: