ઓછી વાવણી: દાહોદમાં 2020ના 63500 સામે આ વર્ષે 19857 હેક્ટરમાં જ વાવેતર

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ગરબાડા તાલુકામાં વાવણીમાં જોતરાયેલા ખેડૂત. - Divya Bhaskar

ગરબાડા તાલુકામાં વાવણીમાં જોતરાયેલા ખેડૂત.

  • 28 જૂન સુધી ગત વર્ષના 527 સામે આ વર્ષે 392 મિમી જ વરસાદ
  • 43641 હે.માં ઓછું વાવેતર નોંધાયું : ઝાલોદ-ફતેપુરામાં સૌથી ઓછી વાવણી

દાહોદ જિલ્લામાં ચોમાસુ જોઇયે તેવુ જામ્યુ નથી. ગત વર્ષે આ દિવસોમાં તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદને કારણે વાવણીનો પ્રારંભ પુરવેગે જોવા મળ્યો હતો. જોકે, આ વર્ષે વરસાદ વિલંબ કરી રહ્યો હોવાથી ખેડૂતો પણ વાવણી મામલે થોભો અને રાહ જુઓની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ગત વર્ષ કરતાં આખા જિલ્લામાં વરસાદની સરેરાશ પણ ઓછી જોવા મળી છે ત્યારે 43641 હેક્ટર ખેતરના માલિક ખેડૂતો એવા છે કે જેમણે ગત વર્ષ વાવેતર કરી નાખ્યું હતું. પરંતુ આ વર્ષે સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં 2 લાખ 22 હજાર હેક્ટર જેટલી ખેતી લાયક જમીન છે. તેની સામે સિંચાઇ સુવિધા નહિંવત હોવાથી ખેડૂતોએ વરસાદ આધારિત ખેતી કરવી પડે છે. જિલ્લાનો મુખ્ય પાક મકાઇ છે અને તેની ખેતી ખરીફ ઋતુમાં જ થાય છે. ત્યારે આ વખતે ચોમાસુ બેઠુ હોય તેવો માહોલ જ સર્જાયો નથી. હળવા ઝાપટા કે ક્યારે રસ્તા ભીના થાય તેટલો વરસાદ વરસીને આકાશમાં અલોપ થઇ જાય છે. ગત વર્ષેની વાત કરીયે તો 28 જૂન 2020 સુધીમાં આખા જિલ્લામાં 63,500 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી હતી. જ્યારે તેની સામે આ વર્ષે 28 જૂન 2021ના રોજ સુધી માત્ર 19,857 હેક્ટરમાં જ વાવણી થઇ છે. ગત વર્ષ કરતાં 43,641 હેક્ટરમાં ઓછુ વાવેતર સામે આવતાં ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

આ સપ્તાહમાં જો વરસાદ થઇ જાય તો વાવણી માટેનો આદર્શ સમયગાળો છે. પાંચ તાલુકામાં ગત વર્ષની સરખામણીમાં સંતોષકારક વરસાદ થયો નથી. ગત વર્ષ કરતાં 135 મિ.મી ઓછો વરસાદ થયો છે. તેમ છતાં મહત્તમ સ્થળે ખેડૂતોએ સકારાત્મક રીતે ખેતી માટેની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે.

5 તા.માં ઓછો 4માં સંતોષકારક વરસાદ
રાજ્યમાં કેટલાંક જિલ્લા વરસાદથી જળબંબોળ બન્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં ચોમાસુ હજું જામ્યુ નથી. દાહોદ જિલ્લાના દાહોદ, બારિયા, ધાનપુર,ઝાલોદ અને સંજેલી તાલુકામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 28 જૂન સુધી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે ફતેપુરા, લીમખેડા,ગરબાડા અને સિંગવડમાં ગત વર્ષ કરતાં થોડોક વધુ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયુ છે.

છેલ્લા બે વર્ષમાં 28 જૂન સુધી સીઝનનો કુલ પડેલો વરસાદ

તાલુકો 2020 મિ.મી.માં 2021 મિ.મી.માં
દાહોદ 129 41
દે.બારિયા 80 73
ધાનપુર 61 22
ફતેપુરા 57 76
ગરબાડા 25 35
ઝાલોદ 39 14
લીમખેડા 22 35
સીંગવડ 29 34
સંજેલી 85 62

28 તારીખ સુધી કયા તાલુકામાં કેટલું વાવેતર થયું

તાલુકો હેક્ટર
દાહોદ 10020
દે.બારિયા 5622
ધાનપુર 781
ફતેપુરા 81
ગરબાડા 1878
ઝાલોદ 61
લીમખેડા 244
સીંગવડ 861
સંજેલી 309

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: