એમજીવીસીએલ, એજીવીકેએસ અને જીબિયા ના 3500 કર્મચારીઓ 1st July થી માસ સી.એલ. ઉપર જશે, જેના કારણે લોકો અને ઉદ્યોગોને તકલીફ પડશે તો તેનું જવાબદાર કોણ ?

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
MGVCL ના સળગતા પ્રશ્નો બાબતે અને મેનેજમેન્ટ ની એકતરફી નીતિ ના વિરોધ માટે AGVKS અને જીબીયાની સંકલન સમિતિ દ્વારા આંદોલનની નોટિસ આપેલ. જે સંદર્ભે આજે તા.૨૬/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ MGVCL ની કોર્પોરેટ ઓફીસ ખાતે AGVKS, જીબીયા અને સુપરવાઈઝરી સ્ટાફ એસો.ના હોદ્દેદારો અને MGVCL M.D. તથા મેનેજમેન્ટની ટીમ વચ્ચે બપોરે ૧૨.૦૦ વાગ્યા થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી બે તબ્બકામાં ચાલેલ મિટિંગમાં આંદોલનની નોટીસના પ્રથમ મુદ્દે જ મડાગાંઠ સર્જાતા કોઈ હકારાત્મક નિરાકરણ આવેલ નથી, અને હાલની પરિસ્થિતિમાં તા. ૦૧/૦૭/૨૦૨૦ નો માસ સી.એલ.નો કાર્યક્રમ ચાલુ જ રહેેેશે.
 THIS NEWS POWERED BY –– PHONE WALE 
૩,૫૦૦ થી વધુ કર્મચારીઓ માસ સી.એલ. ઉપર જશે અને પ્રજા અને ઉદ્યોગોને પડનારી હાલાકી માટે MGVCL ના M.D. નું વલણ જવાબદાર રહેશે. આ બાબતે AGVKS ના જોઇન્ટ પ્રેસિડેન્ટ અને સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા મધ્ય ગુજરાતના અન્ય તમામ ધારાસભ્યો સાથે સંકલન કરી સરકારમાં કર્મચારીઓ ઉપર થતાં અન્યાય અને મેનેજમેન્ટની જોહુકમી સામે રજૂઆત કરવાની ખાત્રી અને સંપૂર્ણ ટેકો આપેલ છે. જેથી કર્મચારીઓ ખુબ પ્રોત્સાહિત થયેલ છે. – સંકલન સમિતિ, AGVKS અને જીબીયા તથા ટેકો આપનાર સુપરવાઈઝરી સ્ટાફ એસો.






Related News

Comments are Closed

%d bloggers like this: