એન્કાઉન્ટર: રતલામમાં ત્રિપલ મર્ડર સહિત 6ની હત્યાના આરોપી દાહોદના કુખ્યાત દિલીપ દેવળનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદના કુખ્યાત દિલીપ દેવળનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

દાહોદમાં એક વેપારી અને યુવકના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરીને મધ્યપ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ આજે રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટરમાં 5 જેટલાં પોલીસકર્મીઓ પણ ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના ખરેડી ગામનો રહેવાસી અને દાહોદ જિલ્લામાં બે હત્યાના ગુનામાં થયેલ સજા દરમિયાન બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા બે વર્ષથી દાહોદ સહિત અન્ય તપાસ એજન્સીઓ આ કુખ્યાત ગુનેગારને શોધી રહી હતી. પેરોલ જમ્પ કરીને ભાગેલો દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં પોતાના એક પરિચિત વ્યક્તિનો લાભ લઇને છેલ્લા બે વર્ષથી રતલામમાં વસવાટ કરી રહ્યો હતો. આ બે વર્ષ દરમિયાન દિલીપ દેવળે થોડા સમય પહેલા પોતાના સાગરીતોની મદદથી એક મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી. જેની તપાસ પોલીસ કરી હતી.

આ ખૂંખાર હત્યારાએ પોતાના સાગરીતોની મદદથી 25 નવેમ્બર દેવ દિવાળીના રોજ એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી. ત્રિપલ મર્ડર કેસને રતલામ પોલીસે ગંભીરતાથી લઇઇને CCTV ફૂટેજ સહિત ટેક્નિકલ સોંર્સની મદદથી હત્યામાં સામેલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે માસ્ટરમાઈન્ડ દિલીપ સહિત બે હત્યારાઓ પોલીસ પકડથી દૂર હતા. આ બંને હત્યારાને શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત મધ્યપ્રદેશના આસપાસના જિલ્લાઓમાં તપાસનો દોર લંબાવ્યો હતો.

આ દરમિયાન આજે પોલીસને બાતમી મળી હતી કે, દિલીપ ફોરલેનને અડીને ખાચરોદ માર્ગ નજીક ક્યાંક જઈ રહ્યો છે. બાતમી મળતાં એસપી ગૌરવ તિવારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઘેરાબંધી કરી હતી. જેથી દિલીપે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ જવાબમાં ફાયરિંગ કર્યું હતું, જેના કારણે દિલીપનું ઘટના સ્થળે જ મોતને થયું હતો. દિલીપ દ્વારા પણ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે સબ ઈન્સ્પેક્ટર આયુબ ખાન અને અનુરાગ યાદવ અને અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

દાહોદ તેમજ મધ્યપ્રદેશમાં ત્રિપલ મર્ડર સહિત 6 હત્યાને અંજામ આપનારો કુખ્યાત માસ્ટર માઇન્ડ દિલીપ દેવળ પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: