એનાલિસિસ: રતલામ ડિવિઝનને 528 કરોડની ખોટ, 18 લાખ મુસાફરોથી મળ્યા માત્ર 67 કરોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
  • ગત વર્ષે 5.03 કરોડ મુસાફરોથી 592 કરોડની કમાણી થઇ હતી, 75 ટકા પેસેન્જર ટ્રેનો જ પાટા ઉપર

કોરોના સંક્રમણના સંકટમાં લોકડાઉન થયેલી ટ્રેનોને કારણે રેલવેને મોટો ઝાટકો લાગ્યો છે. રતલામ મંડળમાં માર્ચથી જાન્યુઆરી સુધી દસ માસમાં માત્ર મુસાફરોની આવકમાં 528 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. આ વર્ષે 18 લાખ મુસાફરોએ ટ્રેનથી મુસાફરી કરી છે.જેના થકી 67 કરોડ રૂપિયાની આવક થઇ છે. ગત વર્ષે 5.03 કરોડ મુસાફરોથી 592.02 કરોડ રૂપિયા મળ્યા હતાં. જુનથી શરૂ થયેલા અનલોક બાદપણ અત્યાર સુધી માત્ર 70 ટકા ટ્રેનો જ પાટે ચઢી શકી છે. રેલવે ધીમે-ધીમે ટ્રેનો તો ચલાવી રહ્યુ છે પરંતુ મંડળના વિવિધ સ્ટેશનોથી પસાર થતી વિવિધ આશરે 30 ટકા ટ્રેનોને મુખ્યાલયથી લીલી ઝંડી મળી નથી. આ સ્થિતિ જોતા પેસેન્જર અર્નિંગ મામલે આખુ વર્ષ નુકસાન વાળુ સાબિત થવાની ભીતિ સર્જાઇ રહી છે.
આફતને અવસરમાં બદલી
કોવિડ 19માં મુસાફરો દ્વારા આવક ખુબ જ ઓછી થઇ છે. ગુડ્સ ટ્રેન સૌથી વધુ ચલાવી છે. જાન્યુઆરી સુધી ગુડ્સ ટ્રેન અર્નિંગ 1183 કરોડ નજીક પહોંચી ગઇ છે. જે ગત વર્ષના 1014 કરોડથી આશરો 169 કરોડ વધુ છે. 31 માર્ચ સુધી હજી સમય છે. કુલ આવકમાં હજી લાભ થશે.>વિનીત ગુપ્તા, ડીઆરએમ, રતલામ મંડળ

સામાન હેરાફેરીથી થયેલી કમાણી (કરોડમાં)

કોમોડિટી 2019-20 2020-21
સીમેન્ટ 380.3 447.49
ક્લિંકર 452.24 373.56
ડીઓસી 23.09 53.25
પીઓએલ 161.31 94.34
ફુડ 41.83 94.25
મૈગનિઝ 10.52 8
રેડ ઓરચે 32.67 2.53
કાસ્ટિક સોડા 21.21 13.84
કન્ટેનર 70.07 77.01
ફર્ટિલાઇઝર 1.96 6.42
અન્ય 14.01 12.53

સંક્રમણ સમયમાં આવક

વર્ગ 2019-20 2020-21
મુસાફર 592.02 67.04
કોચિંગ 47.5 16.76
ગુડ્સ 1209.2 1183.22
ટિકીટ ચેકિંગ 14.35 0.19
પાર્સલ 17.69 12.73
પબ્લિસિટી 1.85 1
પાર્કિંગ 2.1 0.08
કેટરિંગ 4.04 0.4

​​​​​​​109 ટ્રેનો જ ચાલે છે : જૂનથી શરૂ થયેલા અનલોકને 8 માસ થયા છે, અત્યાર સુધી 25% ટ્રેનો ચલાવવાની લીલી ઝંડી મળી નથી. લોકડાઉન પહેલાં 145 ટ્રેનો વિવિધ સ્ટેશનોથી પસાર થતી હતી. વર્તમાનમાં 109 ટ્રેનો જ દોડી રહી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: