ઉમરિયા ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચતાં આસપાસના ગામો એલર્ટ કરાયાં

  • લીમખેડા તાલુકાના ઉમરિયા જળાશય યોજનામાં સંગ્રહ ક્ષમતા 90 ટકાથી વધારે હોઇ નિચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા
  • 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે જળાશયના પાણીની સપાટી 279.45 મીટર નોંધાઇ

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 04:00 AM IST

દાહોદ, લીમખેડા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા જળાશય યોજનામાં પાણીની સપાટી પૂર્ણ લેવલે પહોંચવાની હોઇ અને હાઇ એલર્ટના તબક્કે હોઇ આસપાસના ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. 17 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં જળાશયના પાણીની સપાટી 279.45 મીટર નોંધાઇ હતી. જે સંગ્રહ ક્ષમતા 90 ટકાથી વધારે હોય હાઇ એલર્ટના તબક્કે છે.

લીમખેડા તાલુકાના ઉમરિયા જળાશયની પૂર્ણ જળસપાટી/લેવલ 280 મીટરનું છે. યોજનાના સ્રાવ ક્ષેત્રમાં થતાં વરસાદથી જળાશયની સપાટી ક્રમશ: વધવાની સંભાવના હોઇ આસપાસના ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા ગોધરા ખાતેના પાનમ પુર નિયંત્રણ કક્ષાના ડ્યુટી ઓફિસરે જણાવ્યુ હતું.

કયા -કયા ગામો એલર્ટ કરાયા
ઉમરિયા ડેમના નિચાણ વિસ્તારમાં અગારા, વિસલંગા, ઘુટીયા, પટવાણ, ટીંબા, ચૈડીયા, કુન્લી, કુણધા, પાડોળા, નિનામાના ખાખરીયા, પરમારના ખાખરીયા સહિતના ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં જળાશયોની હાલની સ્થિતિ

ડેમ પૂર્ણ સપાટી ભયજનક સપાટી હાલની સપાટી (મીટરમાં)
પાટાડુંગરી 170.84 172.97 168.18
માછણનાળા 277.45 281.33 272.7
કાળી-2 257 261.9 252.1
ઉમરિયા 280 284.24 279.4
અદલવાડા 237.3 238.78 234.7
વાંકલેશ્વર 223.58 225.25 220.51
કબુતરી 186.3 189.56 183
હડફ 166 168.32 164





Related News

Comments are Closed

%d bloggers like this: