ઉમદા સેવા કાર્ય: ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષક દ્વારા અનોખી પહેલ કરવામાં આવી, બાળકો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપકરણો મેળવ્યા
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- A Unique Initiative Was Taken By The Teacher Of Dablara Primary School Of Fatehpura Taluka, Devices Were Obtained For The Children Through Social Media.
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- ડીડી ગિરનાર પર પ્રસારિત થતા જ્ઞાનસેતુ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવશે
ફતેપુરા તાલુકાના ડબલારાના પ્રાથમિક શાળાના શિક્ષક રવિન્દ્રભાઈ પ્રજાપતિને કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે અનોખી પહેલ કરી છે. જેમાં બાળકો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપકરણો મેળવીને બાળકોને પોતાના વિસ્તારમાં શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી છે.
ઝાલોદ નગરમાં ચાલતા સેવાભાવી ગ્રુપમાં એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો
હાલ કોવિડ-19 ના કારણે બાળકો શાળા શરૂ થઈ ત્યારથી તેઓ શાળાએ આવી શકતા નથી. જીસીઇઆરટી દ્વારા તા.10 જૂનથી 10 જુલાઈ સુધી બ્રીજ કોર્સ ક્લાસ રેડીનેસ-જ્ઞાનસેતુ કાર્યક્રમ દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ વિશેનું ચિંતન કરતા- કરતા એક ઉમદા વિચાર આવ્યો હતો. ત્યારે ઝાલોદ નગરમાં ચાલતા સેવાભાવી ગ્રુપમાં એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં ટી.વી, ડીશ, કેમેરા, વાયર, રીસીવર જે મિત્રો જોડે સેકન્ડ હેન્ડ પડ્યા હોય તો સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમજ કોઈ પણ મિત્રોને વેચાણ પેટે આપવું હોય તો પણ સંપર્ક કરવો તેવો મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો.
ટીવી સ્ટાફ મિત્ર ગિરીશભાઈનાં સહયોગથી રીપેર કરાવ્યા
સાંજ સુધીમાં તો કેમેરા, ડિશો, વાયરો માટે સહયોગીઓના ફોન આવવા લાગ્યા હતા. ફતેપુરાથી લાલાભાઇ પંચાલનો વોટ્સએપમાં મેસેજ રીપ્લાય આવ્યો કે ટીવી કાલ સુધીમાં તમને સહયોગથી મળશે. જેથી શિક્ષક રવિન્દ્રભાઈ પ્રજાપતિને વિશ્વાસ આવ્યો કે મેં કરેલા પ્રયત્નોમાં મને સફળતા જરૂર મળશે જ. તારીખ-10 જુન સાંજ સુધી એક ચાલુ ટી.વી બે બગડેલા ટી.વી હતા. પણ સ્ટાફ મિત્ર ગિરીશભાઈનાં સહયોગથી તે રીપેર કરાવ્યા હતા. ત્રણ ડીશ, બે કેમેરા, વાયર જેવી વસ્તુઓ સહયોગીઓ તરફથી મળી આવી હતી.
કાળા કાછલા અને મહુડા ફળિયામાં ટી.વી લગાવવામાં આવશે
તારીખ 11 જૂનની વહેલી સવારે કારીગર સાથે શાળા ઉપર પહોંચ્યો હતા. કારીગરને લઈ ફળિયા પ્રમાણે ટીવી લગાવવાનું આયોજન કર્યું હતુ. બપોર સુધીમાં એક ટીવી લગાવ્યું હતુ. બે બંધ હતા તે ચાલુ કર્યા. એમ ત્રણ ટીવી ચાલુ કર્યા હતા. ડીડી ગિરનાર પર પ્રસારિત થતા જ્ઞાનસેતુ કાર્યક્રમ સમયપત્રક પણ લગાવવામાં આવ્યું હતુ. સાથે તેનું સંચાલન કોણ કરશે તે માટે ટીમ લીડર નક્કી કરવામાં આવ્યા હતા.
આવતીકાલે હજુ બે ફળિયા એટલે કે શાળાથી દૂર ગણાતા એવું એક કાળા કાછલા ફળિયુ અને બીજું મહુડા ફળિયું એ બંને ફળિયામાં ટી.વી લગાવવામાં આવશે. બાળકોના શિક્ષણના આ યજ્ઞમાં સહભાગી બનેલા તમામ દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed